સોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

  • February 24, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ યોતિલિગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંજે ૭–૦૦ કલાકે ત્રિ–દિવસીય  સોમનાથ ફેસ્ટિવલનો શુભારભં કરાવશે. કલા દ્રારા આરાધનાના આ મહોત્સવના શુભારભં પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા, જિલ્લ ાના ધારાસભ્ય સર્વભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, ડો.પ્રધુમન વાજા, વિમલભાઈ ચૂડાસમા સહિત જનપ્રતિનિધિઓ, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર એસ. છાકછૂઆક અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લ ેખનીય છે કે, રાયમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પધ્મ, પધ્મભૂષણ અને પધ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્રારા નૃત્ય–સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભકતો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્રારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું  પણ આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ મહાદેવ શૈવ આગમની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રથમ યોતિલિગ એવા સોમનાથ મહાદેવ યાં સંગીત અને નૃત્ય ફકત કલા સ્વપો નથી પરંતુ પૂજાનું માધ્યમ છે – દિવ્ય અને નશ્વર વચ્ચેનો સેતુ છે. શૈવ ધર્મમાં, શિવ એક વૈશ્વિક નૃત્ય એવા નટરાજ છે, જેમનું તાંડવ નૃત્ય લય અને બ્રહ્માંડને આકાર આપે છે. તેમના હાથમાં રહેલ ડમ, જે સ્વરો (સંગીતના સૂરો)ને જન્મ આપે છે, જે ભારતીય શાક્રીય સંગીતનો આધાર માનવામાં આવે છે.  સોમનાથ યોતિલિગ એ શિવ ભકિત ઉપરાંત નાટ (નૃત્ય) અને ગાન (સંગીત)નું પણ કેન્દ્ર રહ્યું છે.  યાં કલાત્મક અભિવ્યકિત દ્રારા આધ્યાત્મિક અનુભવને ઉન્નત કરવામાં આવે છે. મંદિરનો નાટ મંડપ આ લાંબા સમયથી ચાલી રહેલ પરંપરાનો સાક્ષી છે.રાયના પ્રવાસન વિભાગ તથા ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, વડોદરા દ્રારા આયોજિત આ સમગ્ર મહોત્સવ દરમિયાન સન્માનિત ખ્યાતનામ કલાકારો દ્રારા ત્રણ દિવસ અને રાત્રિ દરમિયાન મહાશિવરાત્રીની પાવન ઘડીએ વિશેષ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અહી વાધમ્–નાદસ્ય યાત્રા પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં સેક્રેડ સાઉન્ડ: નાદ, વાંધો અને તેમની કથાઓ સંગીત, આધ્યાત્મિકતા તેમજ કલા અભિવ્યકિત વચ્ચેનો અનોખો સંબધં ઉજાગર કરાશે. તદઉપરાંત સંગીત વાંધોની વિકાસયાત્રા, દિવ્ય કથાઓ સાથેની તેમની જોડાણતા અને શિલ્પ–ધ્શ્યકળામાં તેમની રજૂઆત આ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેશે.રાયમાં આવેલું પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. આ મહોત્સવ દરમિયાન અહી દર સાંજે વિશેષ સંગમ આરતી યોજાશે, જેમાં ૧૦૮  દિવડા પ્રવલિત કરી ભકિતમય વાતાવરણનું સર્જન થશે. સોમનાથ સંસ્કૃત મહાવિધાલય દ્રારા ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારના સમયે સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા પર સોમનાથ સંસ્કૃત મહાવધ્યાલય ખાતે વિશેષ સેમિનાર યોજાશે, જેમાં સોમનાથના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર ચર્ચા કરવામાં આવશે. તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ માતિ બીચ ખાતે સવારે ૮.૦૦ કલાકે મહાશિવરાત્રીના પ્રસંગે શાક્રોત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રિ–દિવસીય સોમનાથ મહોત્સવમાં તા.૨૪ ફેબ્રુઆરીના રોજ સાંજે પધ્મ વિભૂષણ ડો. સોનલમાન સિંહ દ્રારા નાટકથા પ્રસ્તુત કરવામાં આવશે.
ત્યાર બાદ સૂર્ય ગાયત્રી–શિવ ભજન, વિધુષી રામા વૈધનાથન નિમ તથા પંડિત શિવમણિ અને પધ્મપંડિત રોણુ મજુમદાર વચ્ચે જુગલબંદી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે તા.૨૫ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ વાગ્યાથી પધ્મરામ ચદ્રં પુલેવાઝ દ્રારા શેડો પપેટ્રી, વિદુષી સુધા રઘુરામન અને વોકલ મ્યુઝિક, પધ્મ વિભૂષણ કુમુદિની લાખિયા અને કાદમ્બ તેમજ અતુલ પુરોહિત દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવના અંતિમ દિવસ એટલે કે તા. ૨૬ ફેબ્રુઆરીએ બરોડા કેરળ સમાજ દ્રારા સિંગરી મેલમ અને નીલેશ પરમાર દ્રારા ગુજરાતના લોકનૃત્ય, યોગેશ ગઢવી દ્રારા ડાયરો, મતી રાજવારિયર અને ટીમ, મૈસૂર મંજુનાથ દ્રારા વાયોલિન એન્સેમ્બલ, મતી સુમન સ્વરગી દ્રારા ૮ શાક્રિય નૃત્ય સ્વપો દ્રારા શિવ મહિમા – સ્પર્શ સ્ટુડિયો ફોર પરફોમિગ આટર્સ, પધ્મ ભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ ડેઝર્ટ સ્લાઇડસ, પંડિત શશાંક સુબ્રમણિયમ દ્રારા બંસુરી, પંડિત બિક્રમ ઘોષ દ્રારા ભકિતમય માહોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ મહોત્સવની ત્રિ–દિવસીય મહોત્સવની રૂપરેખા
પ્રથમ દિવસ : ૨૪–૦૨–૨૦૨૫
સવારે ૧૦ વાગે: સોમનાથ સંસ્કૃત મહાવિધાલયમાં સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
સાંજે ૭.૩૦ વાગે:  મુખ્ય મચં પર ઉધ્ઘાટન સમારોહ
રાત્રે ૮ વાગે: ડો. સોનલ માનસિંહ (પધ્મ વિભૂષણ) દ્રારા નાટકથા હર હર મહાદેવની પ્રસ્તુતિ
રાત્રે ૯ વાગે: સૂર્યાગાયત્રી દ્રારા શિવ ભજન
રાત્રે ૧૦ વાગે: વિદુષી રામા વૈધનાથન દ્રારા નિમની પ્રસ્તુતિ
રાત્રે ૧૧ વાગે: ડ્રમ્સ શિવમણિ અને પંડિત રોનુ મઝુમદાર (પધ્મ) (કીબોર્ડ પર અતુલ રાણીંગા)ની જુગલબંધી
દ્રિતીય દિવસ : ૨૫–૦૨–૨૦૨૫
સવારે ૧૦ વાગે: સોમનાથ સંસ્કૃત મહાવિધાલયમાં સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
સાંજે ૭ વાગે:  રામચદ્રં પુલાવર (પધ્મ) દ્રારા શેડો પપેટ્રી શો
રાત્રે ૮ વાગે:  વિદુષી સુધા રઘુરામન દ્રારા ગાયન સંગીતની પ્રસ્તુતિ
રાત્રે ૯ વાગે:  કુમુદિની લાખિયા (પધ્મ વિભૂષણ) અને કદબં દ્રારા નૃત્ય પ્રસ્તુતિ
રાત્રે ૧૦ વાગે:  અતુલ પુરોહિત દ્રારા ભજન ગાયન
તૃતીય દિવસ : ૨૬૦૨૨૦૨૫ (મહાશિવરાત્રી)
રાત્રે ૮ વાગે:  બરોડા કેરલા સમાજમ દ્રારા સિંગરી મેલમ તથા નિલેશ પરમાર દ્રારા ગુજરાતી લોકનૃત્યની પ્રસ્તુતિ
રાત્રે ૯ વાગે: યોગેશ ગઢવી દ્રારા ડાયરાની પ્રસ્તુતિ
રાત્રે ૧૦ વાગે:  મતી રાજવોરિયર અને ગ્રૂપ દ્રારા પ્રસ્તુતિ
રાત્રે ૧૧ વાગે:  મૈસુર મંજૂનાથ દ્રારા વાયોલિન પ્રસ્તુતિ
રાત્રે ૧૨ વાગે:  સ્પર્શ સ્ટુડિયો ફોર પર્ફેામિગ આટર્સ (મતી સુમન સ્વરાગી) દ્રારા ૮ શાક્રીય નૃત્ય સ્વપો દ્રારા શિવ મહિમાની પ્રસ્તુતિ
રાત્રે ૧ વાગે:  પંડિત વિશ્વમોહન ભટ્ટ (પધ્મ ભૂષણ) તથા પંડિત સલિલ ભટ્ટ દ્રારા ડેઝર્ટ સ્લાઇડસની પ્રસ્તુતિ
સવારે ૨ વાગે:  પંડિત શશાંક સુબ્રમણ્યમ દ્રારા વાંસળી વાદન
સવારે ૩ વાગે: માઇસ્ટ્રો બિક્રમ ઘોષ રિધમસ્કેપ
કાર્યક્રમના સ્થળ ખાતે વાધો – ધ્વનિની સફર થીમ પર ત્રિ–દિવસીય પ્રદર્શન
મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ત્રિવેણી ઘાટ પર ૧૦૮ દિવાઓથી સંગમ આરતીનું આયોજન
મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સવારે ૯ વાગે મંદિર પરિસરમાં પાલખી યાત્રાનું ભવ્ય આયોજન
મહાશિવરાત્રીના પ્રસંગે શાક્રોકત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજન
તા.૨૬ સમય: સવારે ૮ વાગે સ્થળ: મારૂતિ બીચ, પ્રોમેનેડ વોક–વે, સોમનાથ મંદિરની પાસે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application