નારી ચોકડી નજીક થી વિદેશી દારૂનો જથ્થો ભરેલા ટેન્કર સાથે બે ઝડપાયા

  • December 01, 2023 05:45 PM 

ભાવનગરની વરતેજ પોલીસને મળી મોટી સફળતા, શહેરના નારી રોડ પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર બાતમીના આધારે ઝડપી લીધું હતું. નારી ચોકડી પાસે ખાનગી રાહે મળેલી ભાતમીના આધારે વોચ ગોઠવી અમદાવાદ તરફથી આવી રહેલા ઓઈલ ટેન્કરને ઝડપી પાડી તેના ટાંકાની તલાથી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૦,૫૩૬ બોટલ અને બિયરના ૧૮૭૨ ટીન મળી આવતા ટેન્કર સાથે ડ્રાંઇવર-ક્લીનરને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, અમદાવાદ તરફથી એક ટેન્કર વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી ભાવનગર આવી રહ્યો છે. જે રાજસ્થાનથી ભાવનગરના રાખ્સને આપવાનો હોવાની મળેલી બાતમી આધારે પીએસઆઈ સહીતના સ્ટાફ નારી ચોકડી પાસે વોચમાં હતો. તે દરમિયાન રાત્રીના અરસા દરમિયાન શંકાસ્પદ રીતે આવી રહેલા ઓઈલ ટેન્કર નંબર જીજે. ૦૨. એઝેડ- ૯૨૨૩ને પોલીસે અટકાવી તેની સાથે રહેલા ચાલક સહીત બે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી ઓઈલ ટેન્કરની તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવી રખાયેલો જોવા મળતા ઓઈલ ટેન્કરને વરતેજ પોલીસ મથક લઈ જવામાં આવ્યુ હતુ. જ્યાં ટેન્કરની તલાસી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૮૭૮ પેટી બોટલ નંગ ૧૦,૫૩૬ તેમજ બિયરની ૭૮ પેટી ટીન નંગ ૧૮૭૨ મળી આવ્યા હતા. વરતેજ પોલીસે વિદેશી દારૂ કિંમત રૂપિયા ૩૩,૩૬,૦૦૦, બિયર ટીન જેની કિંમત રૂપિયા ૧,૮૭,૨૦૦ તેમજ બે મોબાઈલ રૂપિયા ૮૦૦૦ અને રોકડ રકમ રૂપિયા ૫૦૦૦ સહીત કુલ રૂપિયા ૪૫,૩૬,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ વિદેશી દારૂ ભરેલા ટેન્કર ટ્રક સાથે ડ્રાંઇવર દિનેશકુમાર બિશ્નોઈ અને ક્લીનર રમેશકુમાર બિશ્નોઈ (રહે.રાજસ્થાન) બન્ને શખ્સને ઝડપી લીધા હતા. અને જયારે જગદીશ બિશ્નોઈ અને અન્ય બે શખ્સોના પણ નામ ખુલવા પામ્યા હતા. જે અંગે વરતેજ પોલીસે પાંચ શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application