તળાજાના તલ્લી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે ઝડપાયા

  • December 07, 2023 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તલ્લી ગામે પોલીસે બાતમીના આધારે વોચ રાખી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળતા ચેકીંગ કરતા કારમાંથી વિદેશી દારૂ મળી આવતા રૂપિયા ૨.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર તળાજા તાલુકાના તલ્લી ગામે પોલીસને મળેલી બાતમી આધારે પેટ્રોલિંગમાં હતા. તે વેળાએ દારૂનો જથ્થો છુપાવી પસાર થતી કારને ઝડપી પાડી કાર સાથે રહેલા મહુવા અને તલ્લીના બે શખ્સને ઝડપી ઝડપી લીધા હતા. દાઠા પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, વિજય ઉર્ફે ગટી અને મહેશ વાસીયા (રે. તલ્લી) બન્ને કાર નંબર જીજે. ૦૪. ડીએન- ૧૧૬૧માં વિદેશી દારૂ છુપાવી તલ્લી ગામે વેંચાણ અર્થે લાવી રહ્યા છે. જે હકીકત આધારે વોચ ગોઢવી ઉભા હતા. તે વેળાએ શંકાસ્પદ રીતે પસાર થતી ઉકત કારને અટકાવી તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની ૭૯ બોટલ મળી આવતા બરામત કરી કાર સાથે રહેલા વિજય ઉર્ફે ગટી મનુભાઈ વાસીયા (રે. નવાજાપા તા.મહુવા) અને મહેશ આણંદભાઈ વાસીયા (રે. તલ્લી તા. તળાજા)ની અટક કરી શખ્સોના કબજામાંથી વિદેશી દારૂ, મોબાઈલ, કાર મળી કુલ રૂા. ૨,૩૧,૦૭૦નો મુદ્દામાલ કબજે લઈ બન્ને શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન વિજય ઉર્ફે ગટી વાસીયા સામે બગદાણા, સાવરકુંડલા, મહુવામાં પાંચ ગુના પ્રોહિબીશન એક્ટ તળે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. દાઠા પોલીસે બંન્ને શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application