ઓડિશા દુર્ઘટના બાદ છત્તીસગઢમાં એક જ ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી, રેલવેએ આપ્યો આ ખુલાસો

  • June 11, 2023 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ છત્તીસગઢના બિલાસપુરમાં એક જ રેલ્વે ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી ગઈ હતી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ રેલવેએ આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી. રેલવે તરફથી કહેવામાં આવ્યું કે એક ટ્રેક પર બે ટ્રેન કેમ અને કેવી રીતે આવી.


ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ હવે છત્તીસગઢના બિલાસપુરમાં એક જ ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જે ટ્રેક પર લોકલ ટ્રેન ઉભી છે, તે જ ટ્રેક પર બીજી તરફથી એક ટ્રેન આવે છે.


મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત પરંતુ સમયસર ટળી ગઈ હતી. ઘટના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ઝોનની છે. આ જ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન આવી હતી પરંતુ લાંબા અંતર બાદ તેને અટકાવી દેવામાં આવી હતી.હવે આ ઘટનાના વીડિયોને લઈને રેલવે દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે.


જે વીડિયો વાયરલ થયો છે તે જયરામ નગર અને બિલાસપુર સેક્શન વચ્ચે સામસામે આવી રહેલી ટ્રેનનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે બિલાસપુર જિલ્લાના જયરામનગર અને જાંજગીર-ચંપા જિલ્લાના કોટમીસોનાર વચ્ચે લોકલ પેસેન્જર ટ્રેન (MEMU) અને માલગાડી એક જ ટ્રેક પર આવી હતી. 



રેલ્વે પીઆરઓ અંબરીશ સાહુએ જણાવ્યું હતું કે, 'એક જ લાઇન પર એકથી વધુ ટ્રેનોનું સલામત સંચાલન સિગ્નલના આધારે એક જ સમયે કરવામાં આવે છે.' રેલ્વેના વિવિધ વિભાગોના ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સેક્શનમાં આ નિયમ અનુસાર ટ્રેનો ચલાવવામાં આવે છે. વાયરલ વીડિયો અંગે પીઆરઓએ કહ્યું કે, "યાત્રીઓમાં ગેરસમજ ફેલાઈ હતી કે એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી હતી અને તેમની વચ્ચે અથડામણ થઈ હોત, જ્યારે આવું થતું નથી."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application