એલઓસી પર ઘૂસણખોરી કરનારા બે આતંકવાદી ઠાર

  • October 23, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ–કાશ્મીરના બારામુલાના ઉરી સેકટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ આ માહિતી આપી હતી. બંને આતંકવાદીઓ એક મોટા જૂથનો ભાગ હતા, જે સતત વરસાદ અને નબળી ધ્શ્યતાનો લાભ લઈને એલઓસી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.સંરક્ષણ પ્રવકતાએ કહ્યું કે ગુચર એજન્સીઓ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ઈનપુટ આપ્યા હતા કે સશક્ર આતંકવાદીઓનું એક જૂથ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પછી, સુરક્ષા દળોને હાઇ–એલર્ટ પર રાખવામાં આવ્યા હતા અને ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત કરવામાં આવી હતી.બપોરે લગભગ ૩ વાગ્યે સેનાની સતર્ક ટુકડીએ આતંકવાદીઓના જૂથને રોકી દીધું હતું, ત્યારબાદ આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ શ કરી દીધું હતું. મોડી રાત સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બાકીના આતંકવાદીઓ તેમની સીમા પર પાછા ફર્યા. તેઓ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ પણ લઈ ગયા હતા.ઘટનાસ્થળેથી હથિયારો અને દાગોળો મળી આવ્યો છે.


બે આતંકીઓને ઠાર કર્યા બાદ સેનાએ રવિવાર સાંજ સુધી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તલાશી દરમિયાન સ્થળ પરથી યુદ્ધ સ્તરના હથિયારો મળી આવ્યા હતા. જેમાં બે એકે સિરીઝની રાઈફલ, ૬ પિસ્તોલ, ચાર ચાઈનીઝ ગ્રેનેડ, ધાબળા અને પાકિસ્તાની અને ભારતીય ચલણ, પાકિસ્તાની દવાઓ અને ખાધ ચીજવસ્તુઓવાળી બે લોહીથી ડાઘવાળી બેગનો સમાવેશ થાય છે. ખરાબ હવામાનને કારણે સેનાએ રવિવારે મોડી રાત્રે સર્ચ ઓપરેશન બધં કરી દીધું હતું, જે હવામાન સાફ થતાં જ ફરી શ કરવામાં આવશે.

નોંધનીય છે કે ૧૬ સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના બારામુલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઉરી, હાથલંગા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પીર પંજાલ બ્રિગેડના કમાન્ડર પીએમએસ ધિલ્લોને જણાવ્યું – ઓપરેશન સવારે ૬ વાગ્યે શ થયું, ૮ કલાક પછી બપોરે ૨ વાગ્યે સમા થયું, પરંતુ શોધ ચાલુ રહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application