ગોંડલ કોલેજ ચોક નજીક દારૂ ભરેલી કાર સાથે પોલીસે બે શખસોને ઝડપી લીધા હતાં. દા બોટલ,બિયરના ટીન મોબાઈલ ફોન અને કાર મળી . ૨.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.દાનો આ જથ્થો અનીડાના બે શખસોનો હોવાનું માલુમ પડતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જિલ્લા એસ. પી. જયપાલસિંહ રાઠોડે કરેલ કડક સૂચનના પગલે ગોંડલ સીટી બી. ડીવીજન પોલીસ મથકના પી. એસ. આઈ. ગોસાઈ સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમા હોઈ દરમિયાન ગોંડલ જેતપુર રોડ પર પહોંચતા પોલીસ કોન્સ. ઓમદેવસિંહ જાડેજાને સચોટ બાતમી મળી હતી કે, ગોંડલ કોલેજ ચોક તરફથી જી. જે.૦૩ ડી. જે.૮૫૩૬ નંબરની કારમા વિદેશી દારૂ ભરી બસસ્ટેન્ડ તરફ આવે છે. મળેલ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી અલગ– અલગ બ્રાન્ડની ૧૩૨ દા બોટલ તથા ૪૮ બીયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે દા–બીયરના આ જથ્થા સાથે કારચાલક અનિદ્ધસિંહ સહદેવસિંહ જાડેજા અને તેના સાથી કિશન મનસુખ ચૌહાણની ઘરપકડ કરી દા બોટલ ટીન મોબાઈલ ફોન અને કાર મળી કુલ . ૨.૯૮ લાખનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે ઝડપાયેલા આ બંને શખસોની સઘન પુછપરછ કરતા દા–બીયરનો આ જથ્થો અનિડાના કિરીટ અને ઇમરાન ઉર્ફે ટકાનો હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ચારેય સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech