ધોરાજીના ભાડેર ગામ પાસે વાડીમાંથી રાત્રીના બે શખસો વીજ મોટર ચોરી ગયા

  • November 07, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના ભાડેર ગામની સીમમાં આવેલી વાડીએ રાત્રીના બાઇકમાં આવેલા બે શખસો વીજ મોટરની ચોરી કરી ગયા હતાં.ખેડૂત બંનેને જોઇ જતા તેનો પાંચ કિ.મી પીછો કર્યો હતો.પણ બંને હાથ લાગ્યા ન હતાં.જેથી તેમણે આ અંગે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ચોરીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજી તાલુકાના ભાડેર ગામે રહેતા જમનભાઇ વાલજીભાઇ રાબડીયા(ઉ.વ ૫૫) નામના ખેડૂત દ્વારા પાણવાવ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.ખેડૂતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ,તેમને ભાડેર ગામની સીમમાં નાની મારડ જવાના રસ્તા તરફ ૧૫ વીધા જમીન આવેલી છે.
​​​​​​​
ગત તા.૩૧/૧૦ ના રાત્રીના તેઓ પોતાની વાડીએ હતા ત્યારે તેઓ અહીં વાડીએ આવેલા પોતાના મકાને ચાર્જીંગમાં મુકેલા મોબાઇલને લેવા માટે જતા તેમને વાડીના શેઢે બાઇકની લાઇટ નજરે પડી હતી જેથી તેમણે બત્તી તેમના તરફ કરતા બે શખસો ખેડૂતની પાણીની મોટર અને સીગડી પાના બાઇકમાં ચોરી જવાનો પ્રયાસ કરતા હોવાનું નજરે પડયું હતું.જેથી ખેડૂતે પણ તુરંત પોતાનું બાઇક લઇ આ બંને શખસોનો રાત્રીના પાંચ કી.મી સુધી પીછો કર્યો હતો પણ બંને શખસો હાથ લાગ્યા ન હતાં.બાદમાં આ ચોરી અંગે પોતાની રીતે તપાસ કરી હતી.પણ કોઇ વિગત ન મળતા અંતે રૂ.૧૫ હજારની કિંમતની પાણીની મોટર અને રૂ.૩ હજારના સીગડી પાના સહિત કુલ રૂ.૧૮ હજારની ચોરી થયા અંગે પાટણવાાવ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.જેથી પોલીસે ગુનો નોંધી રાત્રીના ખેતરેથી પાણીની મોટર ચોરી જનાર બેલડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application