પીઠડિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે સુરતના બે શખસો ઝડપાયા

  • November 03, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પીઠડીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે સુરતના બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે કારમાંથી ૩૮ બોટલ દારૂ કબજે કર્યો હતો. દારૂનો આ જથ્થો કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧૧.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ મંગાવનાર જેતપુરના શખસને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી. બડવા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર અને વીર રાજભાઈ ધાંધલને મળેલી સચોટ બાતમીના આધારે ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર નજીક પીઠડીયા ટોલનાકા પાસેથી પોલીસે શંકાસ્પદ કારને અટકાવી હતી. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા ૭૧,૩૦૦ ની કિંમતનો ૩૮ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર બંને શખસોની અટકાયત કરી હતી.
​​​​​​​
આ બંને શખસોની પૂછતાછ કરતા તેમના નામ અજય કનુભાઈ વેકરીયા અને શ્યામદાસ મૂળજીભાઈ જોગાણી(રહે. બંને. સુરત) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે દારૂનો આ જથ્થો ત્રણ મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા ૧૧,૦૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા બંને શખસોની પૂછતાછ કરતા દારૂનો જથ્થો જેતપુરમાં રહેતા સાગર વિનુભાઈ પટેલે મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી જેતપુરના સાગર પટેલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application