મુંબઈથી ડ્રગ્સ લઈને નીકળેલી બેલડી રાજકોટમાં ઝબ્બે : 7.50 ગ્રામ ડ્રગ્સ અને 3 મોબાઇલ કબ્જે
મુંબઇથી એમડી ડ્રગ્સ લઇને નીકળેલા જામનગરના બે શખ્સોને રાજકોટ પોલીસે પકડી લીધા હતા, તેની પાસેથી 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 3 મોબાઇલ મળી આવતા કુલ એક લાખનો મુદામાલ કબ્જે કરી રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે, જામનગરમાં કોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા એ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જામનગરના રહેવાસી બે શખસો શાહખ બસીરભાઈ જામ ઉ.વ.25 રહે.ગુલાબનગર સંજરી ચોક શેરી નં.2 તથા ગુલાબનગર રામવાડી શેરી નં.4માં રહેતા રાહુલ દિપકભાઈ ગોસાઈ ઉ.વ.27 નામની બેલડીને રાજકોટ પોલીસે 7.50 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ સાથે પકડી પાડી બન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મુંબઈથી સસ્તામાં ડ્રગ લાવીને જામનગરમાં છૂટક વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જામનગર જતા બે શખસો મુંબઈ તરફથી ડ્રગ લઈને આવતા હોવાની રાજકોટ સિટી એલસીબી ઝોન-2ના હરપાલસિંહ જાડેજા તથા જેન્તીગીરી ગોસ્વામીને માહિતી મળી હતી જે આધારે બી-ડિવિઝન પીઆઈ એસ.એમ.જાડેજા, એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા તથા ટીમે વોચ ગોઠવી હતી. ચોક્કસ માહિતી મુજબ બન્ને શખસો રાજકોટ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જકાતનાકાની સામે ઉભા હતા અને પોલીસ પહોંચી હતી બન્નેની તલાસી લેતાં રાહુલના કબજામાંથી 75000ની કિંમનું 7.50 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું.બેલડીને સકંજામાં લેવાઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈમાંથી લઈ આવ્યા હતા.
નશાની ટેવ હોય અને ખર્ચ પણ નીકળી શકે તે માટે જામનગરમાં છૂટક ઉંચા ભાવે નસેડીઓને પુડીઓ ડ્રગ વેચતા હતા. શાહખ ડ્રાઈવીંગનું કામ કરે છે જયારે રાહુલ ગાડી લે-વેચનું કામકાજ કરતો હોવાનું જાણવા મળે છે. રાહુલ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. બન્ને શખસોની એનડીપીએસ એકટ હેઠળ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. ત્રણ ફોન 6100 પિયા મળી 1.01 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech