ગોકુલનગરમાં દારુના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા : એક ફરાર

  • February 03, 2025 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

17થી વધુ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો શખ્સ હેરાફેરી કરતા ઝપટે ચડયો : ફરારી શખ્સ સામે પણ 15થી વધુ ગુના નોંધાયા : સમર્પણ સર્કલ પાસે ફલેટમાંથી 130 શરાબની બોટલો સાથે એકની અટક : દમણના સપ્લાયરનું નામ ખુલ્યુ : ખોડીયાર કોલોની અને જોગર્સ પાર્કમાં દારુની બોટલો કબ્જે


જામનગરના ગોકુલનગર રડાર રોડ અયોઘ્યાનગર વિસ્તારમાં પોલીસે ઇંગ્લીશ દારુની 106 બોટલ તથા કાર અને મોબાઇલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા જેમા એકની સંડોવણી ખુલી હતી, પકડાયેલ શખ્સ દારુના 17થી વધુ ગુનામાં સંડોવાયેલ છે જયારે ફરાર શખ્સ સામે પણ 15થી વધુ ગુના નોંધાયેલા છે, ઉપરાંત એલસીબીની ટુકડીએ સમર્પણ સર્કલ પાસે ફલેટમાં દરોડો પાડી એક શખ્સને શરાબની 130 બોટલ સાથે દબોચી લીધો હતો જેમા દમણના સપ્લાયરનું નામ ખુલ્યુ છે, આ ઉપરાંત ખોડીયાર કોલોનીમાં એકસેસની ડેકીમાંથી બે બોટલ મળી આવી હતી અને જોગર્સ પાર્ક પાસે એક શખ્સ દારુની બાટલી સાથે પોલીસની ઝપટમાં આવ્યો હતો.


જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લા પ્રોહીબીશન તથા જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સી ડીવીઝનના ઇન્ચાર્જ પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ ઉધોગ પોલીસ ચોકીના પીએસઆઇ આર.ડી. ગોહીલ તથા સ્ટાફના માણસો ઉધોગ પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ નારણભાઇ સદાદીયા, ધર્મેશભાઇ મોરીને સંયુકત ચોકકસ બાતમીદારોથી હકીકત મળેલ કે શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ અયોઘ્યાનગર સોસાયટીમાં કેયુર ઉર્ફે કયલો પટેલ તથા ગુમાનસિંહ ઉર્ફે ઘનશ્યામસિંહ જાડેજા કેયુર પટેલની સફેદ કલરની રેડી ગો ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદે ઇંગ્લીશ દારુની હેરાફેરી કરે છે.


જે હકીકત આધારે રેઇડ કરતા ભારતીય બનાવટની ઇંગલીશ દાની અલગ અલગ બ્રાન્ડની શીલબંધ 106 બોટલ કિ. 53 હજાર તથા ફોરવ્હીલ ડસ્ટન કાર નં. જીજે10સીએન-3591 કિ. 50 હજાર તથા બે મોબાઇલ કિ. 20 હજાર મળી કુલ 1.23 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી કેયુર ઉર્ફે કયલો ગીરીશ ડોબરીયા રહે. ગોકુલનગર શેરી નં. 4 અને ગુમાનસિંહ ઉર્ફે ઘનશ્યામસિંહ તખુભા જાડેજા રહે. ગોકુલનગર શેેરી નં. 6ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


કયલો પ્રોહીબીશનના 17થી વધુ ગુનામાં સંડોવાયેલ છે, ગુમાનસિંહની વિરુઘ્ધમાં પ્રોહીબીશન તથા ચોરીના 2 ગુનાઓ નોંધાયેલ છે. આ પ્રકરણમાં નાઘેડી ગામના રામ ઉર્ફે રામકો મેર જીવા મોઢવાડીયાની સંડોવણી ખુલી છે જેને ફરાર જાહેર કરાયો છે. રામકો મેર સામે પ્રોહીબીશન તથા મારામારીના 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.


અન્ય દરોડામાં એલસીબી સ્ટાફના ધર્મેન્દ્રસિંહ, અરજણભાઇ અને મયુદીનભાઇને ખાનગી હકીકત મળેલ જેના આધારે જામનગરના સમર્પણ સર્કલ પાસે તુલશીનેશ એપાર્ટમેન્ટ ફલેટ નં. 102માં રહેતા અને મુળ પડધરી તાલુકાના સરપદડના વતની વિશાલ રતીલાલ જાવીયાને અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દાની 130 બોટલ તથા બીયરના 8 ટીના, 1 મોબાઇલ મળી કુલ 54428ના મુદામાલ સાથે પકડી લીધો હતો, દા તથા બીયરનો જથ્થો સપ્લાય કરનાર દમણના નીતીન ઉર્ફે વસીમનું નામ ખુલ્યુ હતું.


આ ઉપરાંત ખોડીયાર કોલોનીમાં ચાની હોટલવારી ગલીમાં એકસેસ બાઇક નં. જીજે10ડીસી-0787નો ચાલક બાઇક મુકીને નાશી ગયો હતો જેની તલાશી લેતા બાઇકની ડેકીમાંથી ઇંગ્લીશ દાની બે બોટલ મળી આવી હતી. તેમજ જામનગરના બાલાજી પાર્ક-3માં રહેતા અને અભ્યાસ કરતા પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાને વિદેશી દાની 1 બોટલ સાથે જોગર્સ પાર્ક પાસેથી દબોચી લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application