જામનગરમાં ફલેટમાંથી બે લેપટોપ, મોબાઇલની ઉઠાંતરી

  • May 30, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૃંદાવન રેસીડેન્સીમાં તસ્કર ૬૫ હજારનો મુદામાલ લઇ ગયો : ફુટેજ ચેક કરતી પોલીસ

જામનગરના સમર્પણ જકાતનાકા રોડ કાફેની બાજુમાં આવેલ વૃંદાવન રેસીડેન્સી ૫૦૧ ખાતેના ફલેટમાંથી કોઇ અજાણ્યો શખ્સ બે લેપટોપ અને એક મોબાઇલ મળી ૬૫ હજારનો મુદામાલ ચોરી કરી ગયો છે જે ફરીયાદના આધારે પોલીસે આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ હાથ ધરી છે.
જામનગરના જકાતનાકા રોડ વૃંદાવન રેસીડેન્સી ૫૦૧ ખાતે રહેતા મુળ નવી મુંબઇ, સિલ્વરસ્ટાર સેકટર-૧૮ના વતની અને ખાનગીમાં નોકરી કરતા ઇસ્તીયાક અહેમદ મિન્હાજખાન (ઉ.વ.૩૦)એ ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે સીટી-સીમાં ગઇકાલે ફરીયાદ કરી હતી.
ફરીયાદીના રહેણાંક મકાનેથી રુા. ૧૫ હજારની કિંમતનો મોબાઇલ અને બે લેપટોપ મળી કુલ ૬૫ હજારની વસ્તુઓની કોઇ અજાણ્યો શખ્સ અંદર ગેરકાયદે પ્રવેશ કરી ચોરી કરીને લઇ ગયો છે.
ગઇકાલે ચોરી થયાની જાણ થતા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ફરીયાદ દાખલ કરવામાં આવતા પીએસઆઇ સિસોદીયા અને સ્ટાફ દ્વારા આજુબાજુના સીસીફુટેજ ચેક કરવા સહિતની તપાસ કરવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા પખવાડીયા દરમ્યાન ચોરીના બનાવો સામે આવ્યા છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application