જામનગર-દરેડમાં વિદેશી દારુની બોટલો સાથે બે ઝબ્બે

  • June 24, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અને ૯ શરાબની બાટલીઓ કબ્જે લેતી પોલીસ

જામનગરના દિ.પ્લોટ ૫૮ ઢાળીયાવાળી ગલીમાં સીટી-એ પોલીસે દરોડો પાડી કિશાનચોકના શખ્સને વિદેશી દારુની ૮ બોટલ સાથે દબોચી લીધો હતો જયારે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં દારુની એક બોટલ સાથે બાઇકચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
જામનગરના કિશાનચોક વિસ્તાર કબીરઆશ્રમની પાછળ શેરી નં. ૧માં રહેતા ધાર્મીક પ્રકાશ નંદા નામના શખ્સના દિ.પ્લોટ ૫૮ ખાતેના ભોગવટાના મકાનમાં બાતમીના આધારે સીટી-એ દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૮ બોટલ સાથે દબોચી લીધો હતો.
જયારે દરેડ જીઆઇડીસી ઇલેકટ્રીક ઝોન પ્લોટ નં. ૮૫૮૬માં રહેતા મુળ રકકા ખટીયાના અનંતરાય કરશન આરઠીયા નામના શખ્સને અંગ્રેજી દારુની એક બોટલ લઇને સ્પ્લેન્ડર નં. જીજે૧૦એકયુ-૦૪૮૨માં ઇલેકટ્રીક ઝોન વિસ્તારમાંથી નીકળતા પંચ-બી પોલીસે દબોચી લીધો હતો.
**
પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે વાડી વિસ્તારમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ ડાવાભાઈ સંધીયા નામના ૨૩ વર્ષના શખ્સને પોલીસે અત્રે રેલવે ફાટક પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતને હ્યુન્ડાઇ એસેન્ટ કારમાંથી ઝડપી લીધો હતો. મીઠાપુરના આરંભડાસીમ વિસ્તારમાં રહેતા નિતીન ધીરજલાલ રત્નોકર નામના ૩૨ વર્ષના બ્રાહ્મણ યુવાનને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ભીમરાણા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application