દાહોદ, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં આગાહી કરતા બે દિવસ વહેલું માવઠું

  • April 12, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત રાયના અનેક વિસ્તારોમાં તારીખ ૧૩ થી માવઠું થશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. આ આગાહીના બે દિવસ પહેલા એટલે કે ગઈકાલે મોડી સાંજે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો હતો. તોફાની પવન ફુકાયો હતો અને વીજળીના ચમકારા તથા મેઘગર્જના સાથે જોરદાર વરસાદ પડો હતો. ભરઉનાળે જાણે ચોમાસુ શ થઈ ગયું હોય તેવા આ વાતાવરણમાં વીજળી પડવાને કારણે છોટા ઉદેપુરમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે. દાહોદ બનાસકાંઠા છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ થયો છે. દાહોદ જિલ્લામાં ઝાલોદ ધરોડ મીરાખેડીમાં બરફના કરા પડા છે અને અંબાજી પંથકમાં માવઠાનું જોર વધુ રહ્યું હોવાનું જાણવા મળે છે.
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થયા પછી પણ હવામાન ખાતુ પોતાની આગાહીમાં અડગ છે અને તારીખ ૧૩ થી ભચ સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટા ઉદેપુર નર્મદા સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. પ્રતિ કલાકના ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાશે તેવું પણ હવામાન ખાતાની આગાહીમાં જણાવ્યું છે. બે દિવસ વહેલું માવઠું શ થવા બાબતે હવામાન ખાતાના જાણકારો કહે છે કે અરબી સમુદ્રમાં સાયકલોનીક સકર્યુલેશન છવાયુ છે અને મોટા પ્રમાણમાં ભેજ બહાર આવી રહ્યો છે. ભેજવાળા વાદળો છવાઈ જવાના કારણે આમ બન્યું છે. રાજસ્થાનમાં પણ સાયકલોનીક સકર્યુલેશન છવાયું છે તેના કારણે વરસાદ માટે આગાહી કરાઇ છે. સાથોસાથ રાજસ્થાનમાં તારીખ ૧૩ અને ૧૪ ના રોજ ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાવાની અને 'ડસ્ટ સ્ટ્રોમ' ની ચેતવણી આપવામાં આવી છે. માવઠાના કારણે ગરમીનું પ્રમાણ થોડું ઓછું થયું છે પરંતુ આમ છતાં રાજકોટ ડાંગ સુરેન્દ્રનગર ભુજ અને અમદાવાદમાં ગુવારે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી થી વધુ રહ્યો હતો. સૌથી વધુ તાપમાન ભુજમાં ૪૧.૨ ડિગ્રી નોંધાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News