જામનગર-દરેડમાં દારુની બાટલી સાથે બે પકડાયા

  • December 23, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે બોટલ અને બાઇક કબ્જે : એકનું નામ ખુલ્યું

જામનગરના મોરકંડા રોડ પરથી એક શખ્સને દારુની બાટલી સાથે પકડી લીધો હતો જયારે એકનું નામ ખુલ્યુ હતું. જયારે દરેડ ગોકુલધામ સોસાયટી પાસે થી એક શખ્સ દારુની બોટલ સાથે ઝપટમાં આવ્યો હતો.
શહેરના કાલાવડ નાકા બહાર બાલનાથ સોસાયટીમાં રહેતા પ્રિતેશ ઉર્ફે પ્રતિક નવીન કછટીયા નામના શખ્સને મોરકંડા રોડ પરથી ઇંગ્લીશ દારુની એક બાટલી સાથે દબોચી લીધો હતો જેમાં ગુજરાતીવાડમાં રહેતા યોગેશ ઉર્ફે ગરીયો લક્ષમણ પરમારનું નામ ખુલ્યુ હતું.
બીજા બનાવમાં દરેડ ખોડીયારનગરમાં રહેતા સાગર બટુક રાઠોડને ડયુટ બાઇક નં. જીજે૧૦ડીબી-૫૮૪૯માં વિદેશી દારુની બોટલ લઇને ગોકુલધામ સોસાયટી ગેઇટ પાસેથી નીકળતા પોલીસે પકડી પાડી મુદામાલ જપ્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application