ઉપલેટામાં અપમૃત્યુના બે બનાવ: યુવકે ઝેર પીધું, યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

  • April 05, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટામાં જુદા જુદા બે અપમૃત્યુના બનાવમાં આહિર યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ તેમજ કોળી યુવાને પોતાની ઘરે ઝેરી દવાના ટીકડા ખાઇ લેતાં બન્નેના મોત થયા છે.
શહેરના કોરીવાળા આંબલી શેરીમાં રહેતો કોળી સાગર ભીખાભાઇ બારૈયા (ઉ.વ.૨૨)એ રેલવે સ્ટેશન પાસે આવેલ વોંકળા કાંઠે ઝેરી દવાના ટીકડા ખાઇ લેતા તેને સિવિલ હોસ્પિટલે લઇ આવતા ડોકટરે તેન મૃતક જાહેર કરેલ હતો. મરણ જનાર સાગર પીવાની ટેવવાળો હોવાનું જાણવા મળેલ હતું. 
​​​​​​​
જયારે બીજા બનાવમાં શહેરમાં મુરખ દાના માર્ગ પાસે આવેલ મયુરનગરમાં રહેતા અહીર દિવ્યા ભીમાભાઇ કરંગીયા (ઉ.વ.૧૯) પોતાના વાડીના મકાનમાં ગળાફાંસો ખાઇ લેતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મરણ જનાર દિવ્યાબેન અસ્થીર મગજના હોવાનું જાણવા મળેલ છે, તે કુતિયાણા તાલુકાના હોવાનું જાણવા મળેલ. આજે શહેરમાં બે અપમૃત્યુના બનાવની જાણ થતાં જ નગરસેવક મનોજ નંદાણીયા અને જયેશ ત્રિવેદી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. બન્નેના પરિવારોને સાંત્વના પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application