એસઓજી ત્રાટકી દવાઓ સહિતનો મુદામાલ કબ્જે લેવાયો
જામનગર સહિત રાજયમાં નકલી અને બોગસની બોલબાલા જોવા મળી રહી છે, સમયાંતરે બની બેઠેલા બોગસીયા ઝપટમાં આવે છે જામનગરમાં અગાઉ તપાસ દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાંથી બોગસ ડોકટરો ઝપટમાં આવ્યા હતા દરમ્યાન અહીંના મેઘપરના રામદુતનગરમાં એસઓજીની ટુકડીએ બાતમીના આધારે દરોડો પાડીને બે મુન્નાભાઇ એમબીબીએસને દવાઓ સહિતના જથ્થા સાથે પકડી બંનેની સામે ફરીયાદ નોંધાવી છે.
જામનગર પંથકમાં અગાઉ બોગસ ડોકટરો ઝપટમાં આવ્યા બાદ હજુ પણ કેટલાક વિસ્તારોમાં દવાની દુકાન ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહયા છે એવી હકીકતના આધારે એસપી, ડીવાયએસપીની સુચનાથી એસઓજી દ્વારા આ દીશામાં તપાસ કરવામાં આવી હતી.
દરમ્યાન એસઓજીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે એક બાતમીના આધારે લાલપુર તાલુકાના મેઘપરના રામદુતનગરમાં બે પરપ્રાંતીય શખ્સો મેડીકલની કોઇ ડીગ્રી ધરાવતા ન હોય છતા દવાખાના ખોલીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહયા છે જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
મેઘપરના રામદુતનગરમાં રહેતા મુળ પશ્ર્ચિમ બંગાળના નાદીયા જીલ્લાના પાકુરગંચી ગામના વતની પ્રોવાસ નિત્યાનંદા વિશ્ર્વાસ (ઉ.વ.46) નામનો શખ્સ કોઇ મેડીકલ ડોકટરને લગત ડીગ્રી ધરાવતા ન હોવા છતા અહીં દર્દીઓને તપાસી દવાઓ આપી તેની શારીરીક જીંદગી જોખમાય તેવુ કૃત્ય કરી દવાઓ આપી પૈસા વસુલ કરતો હોય આથી એસઓજીએ તેને પકડી પાડી દવાઓ તથા સાધનો મળી કુલ 3406નો મુદામલ જપ્ત કર્યો હતો. તેની સામે મેડીકલ પ્રેકટીશનર્સ એકટ 1963ની કલમ 30 તથા બીએનએસ કલમ 125 મુજબ પડાણા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
આ ઉપરાંત રામદુતનગરમાં અન્ય દરોડો પાડીને મુળ પશ્ર્વિમબંગાળના ભીમપુર તાલુકાના અને હાલ રામદુતનગરમાં રહેતા મિલ્ટન રતન બિશ્ર્વાસ (ઉ.વ.24) નામનો શખ્સ મેડીકલની કોઇ ડીગ્રી ધરાવતો ન હોય છતા દર્દીઓને તપાસી દવા આપતો હોય આથી તેને પકડી દવા અને સાધનો મળી કુલ 2705નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મિલ્ટન સામે પણ મેડીકલ પ્રેકટીશનર્સ એકટ 1963ની કલમ 30 તથા બીએનએસ કલમ 125 મુજબ પડાણા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આમ બે બોગસ ડોકટર ઝપટમાં આવતા ચકચાર મચી ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech