જામનગરમાં એકી-બેકીનો જુગાર રમતા બે ગીરફતાર

  • July 11, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પટેલ સમાજ પાસેથી એકીબેકીનો જુગાર રમતા બે શખ્સોને રોકડા ૧૦ હજાર સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ બી.એસ.વાળા સાથે સ્કોડના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ ખોડુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડીયાને મળેલ બાતમી હકીકત આધારે પટેલ સમાજના ગેઇટ પાસે જાહેરમાં બે ઇસમો ભારતીય ચલણી નોટોના નંબર પર એકી-બેકીનો જુગાર રમી રમાડી પૈસાની હાજીત કરે છે.
તેવી હકીકત આધારે રેઇડ કરતા ભરત હસમુખ રાયઠઠ્ઠા રહે. સાધના કોલોની એલ-૩૨ રુમ નં. ૨૬૨૪ પહેલો ગેઇટ, દીપેશ પ્રાણજીવનલાલ હેડાવ રહે. ગ્રીનસીટી શેરી નં. ૧, રણજીતસાગર રોડ જામનગર વાળાને પકડી પાડી તેની પાસેથી રોકડા ૧૦૨૪૦ના મુદામાલ સાથે પકડી પાડી  હેડ કોન્સ. દેવાયતભાઇ કાંબરીયાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
**
દ્વારકામાં ચલણી નોટના નંબર ઉપર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
દ્વારકામાં ભદ્રકાલી ચોક પાસેથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા બાપભા હરીસંગભા માણેક અને જશવંતસિંહ સુંદરસિંહ વાઢેર નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.
**
જામનગરમાં એક વર્લીબાઝ ગીરફતાર
જામનગરના શંકરટેકરી શાસ્ત્રીનગરમાં રહેતા હનીફ મામદ ખફીને આ વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૨૩૬૦ અને એક મોબાઇલ સાથે પકડી લીધો હતો. જેમાં કપાત લેનાર જામનગરના જયુભાઇનું નામ ખુલ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application