પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે લુડોનો જુગાર રમતા બે ઝબ્બે

  • October 19, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવાગામ ઘેડમાં કાટ-છાપ અને જામજોધપુરમાં તિનપતી ખેલતા શખ્સો પકડાયા


જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે મોબાઇલમાં લુડો ગેમનો જુગાર રમતા બે રીક્ષાવાળા ઝપટમાં આવ્યા હતા, નવાગામ ઘેડમાં કાટ-છાપનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા હતા અને જામજોધપુરમાં તિનપતીની મોજ માણતા 3 ને દબોચી લીધા હતા.



જામનગરના સાત રસ્તા નજીક પ્રદર્શન ગ્રાઉન્ડના ગેઇટ પાસે મોબાઇલમાં લુડો ગેમ વડે પૈસાનો જુગાર રમતા સાતનાલા પાસે રહેતા શબીરહુશેન સમા અને શંકરટેકરી ટાંકા પાસે રહેતા એજાજ જહુરખાન સેતા નામના બે રીક્ષાડ્રાઇવરને રોકડ 2540 અને મોબાઇલ મળી 4540ના મુદામાલ સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા.



જયારે નવાગામ ઘેડમાં જાહેરમાં સિકકો ઉછાળીને કાટ-છાપનો જુગાર રમતા નવાગામના વિશાલ ઉર્ફે ટોપી કાનજી રાઠોડ, તુષાર ઉર્ફે ચકી દિપક ઝાલા, વિજય લાલજી પરમાર અને તેજસીંગ ઉર્ફે ટેકસી કુંવરસીંગ દરબાર નામના ચાર શખ્સોને સીટી-બી પોલીસે રોકડા 5261 સાથે દબોચી લીધા હતા.



આ ઉપરાંત જામજોધપુરના સોમનાથ સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા ખાટકીપાના અસલમ આમદ સમા, જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા ઘેલુ દેવીયા મુન અને બાલવા ગામના હસમુખ ઉર્ફે ભોલુ દાનજી સીંગરખીયાને સ્થાનીક પોલીસે રોકડા 2090 સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application