જન્માષ્ટમીમાં બંધ મકાનોમાં હાથ મારવા બે સાગરીતોને રાજસ્થાનથી બોલાવ્યા હતા

  • September 02, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક પંચાયતનગર ૨–૬માં આવેલા વણિક વેપારીના આદિનાથ નામના બધં બંગલોમાં નવ લાખની ચોરી કરનાર ત્રિપુટીને રાજકોટ શહેર પોલીસે કલાકોમાં રાજસ્થાનથી પકડી પાડી છે. રાજકોટમાં જ રહેતા રાજસ્તાની શખસે જન્માષ્ટ્રમી પર્વમાં રાજકોટમાં મિલકતો બધં રહેતી હોાથી ચોરી કરવા માટે બે સાગરીતોને સાહ પૂર્વે રાજકોટ બોલાવ્યા હતા અને ગત તા.૩૦ના બધં મકાનમાં હાથ માર્યેા હતો.
પંચાયતનગરમાં રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા પત્ની સાથે દશ દિવસ પૂર્વે વલસાડ ગયા હતા અને બે દિવ પૂર્વે ગત તા.૩૦ના રાત્રીનાં બધં બંગલોમાં ખાબકેલા તસ્કરોએ નવ લાખની માલમત્તાની ચોરી કરી હતી. તસ્કરો રોકડ, ઘરેણા, દસ્તાવેજો સાથેનું લોકરજ ઉઠાવી ગયા હતા. ચોરી સંદર્ભે યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન–૨ની ટીમ તુરત જ તસ્કરોના સગડ મેળત્તવા કામે લાગી હતી. સીસીટીવી આધારે ત્રિપુટીના સગડ અટિકા તરફ મળ્યા હતા.
તપાસ દરમિયાન અટિકા વિસ્તારમાં રહેતો અરવિંદ નામનો રાજસ્થાની શખસ રાજકોટમાં પરિવાર સાથે રહે છે અને છૂટક કડિયા કામ કરે છે. તેની સામે બે શખસોએ મકાનમાં ચોરી કરી  હતી. પોલીસ ઘર સુધી પહોંચી તે પૂર્વે જ ત્રણેય વતન રાજસ્થાન તરફ નાસી ગયાનું જાણવા મળ્યું હતું. માહિતી આધારે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝંપલાવ્યું અને સંયુકતરીતે રાજસ્થાન તરફ ટીમ દોડાવાઈ હતી. રાજસ્થાનમાં પોલીસને જાણ કરી દેવાતા ત્રિપુટીને ત્યાંથી પકડવામાં રાજકોટ પોલીસને સફળતા મળી હતી.
ચોરીમાં સુત્રધાર અરવિંદ ઉપરાંત કમલેશ અને સોડાંરામ નામની સાચોર તથા શિરોહીની ત્રિપુટીને સકંજામાં લઈને પોલીસ રાજકોટ આવવા રવાના થઈ હતી. અરવિંદ રાજકોટમાં રહેતો હોવાથી તેને રાજકોટમાં તહેવારો પર મિલકતો બધં રહેતી હોવાનો ખ્યાલ હતો જેથી કોઈ મોટો હાથ મારવા માટે વતનમાંથી બન્ને સાગરીતોને બોલાવ્યા હતા. બન્ને ચોરીના સાહ પહેલા આવ્યા હતા અને બધં મિલકતોની રેકી કરતા હતા તા.૦ પંચાયતનગરમાં ચોરી કરી હતી. આ ઉપરાંત અન્ય કયાંય ચોરી કરી છે કે, કેમ તે ત્રણેયને રાજકોટ લવાયા બાદ પૂછતાછમાં વધુ વિગતો ખુલે તેવી સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application