મસાલા પાન અને આઇસ ગોલમાં સ્વીટનેસ વધારવા માટે નખાતી ટુટી ફ્રત્પટી અને જેલીમાં સિન્થેટિક કલરની ભેળસેળ કરતા હોવાની બાતમીને પગલે મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખાએ પટેલ મહિલા ગૃહ ઉધોગના કારખાનામાં દરોડા કાર્યવાહી કરતા તપાસ દરમિયાન કલરની ભેળસેળ કરતા હોવાનું માલુમ પડતા સ્થળ ઉપર ૨૦,૦૦૦ કિલો જથ્થાનો નાશ કરાયો હતો, આ પ્રકારનો કલર ભેળવેલી ટુટી ફ્રત્પટી અને જેલી ખાવાથી તુરતં જ ફડ પોઇઝનિંગ થાય તેમ તપાસનીશ વર્તુળોએ જણાવ્યું હતું.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ દરોડાની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સિનિયર ડેઝીેટેડ ફડ સેફટી ઓફિસર ડો.હાર્દિક મેતા, કે.એમ.રાઠોડ, કે.જે.સરવૈયા, સી.ડી.વાઘેલા તથા આર.આર.પરમાર સહિતના ઓફિસર્સની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ખોખડદડી નદીના કાંઠે, કોઠારીયા રિંગ રોડ, નેશનલ હાઇ વે–૮, ઓમ ઇન્ડ.એરીયા, રાજકોટ મુકામે આવેલ જયેશભાઇ પરસોતમભાઇ સાવલીયાની માલિકીની પેઢી પટેલ મહિલા ગૃહ ઉધોગની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ પેઢીમાં વિવિધ ફલેવરની સિન્થેટીક કલરનો ઉપયોગ કરીને ટૂટી–ફ્રટી તેમજ જેલીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડું હતું
સ્થળ ઉપર શું વાંધાજનક જોવા મળ્યું ?
સ્થળ તપાસ દરમિયાન (૧) ઉત્પાદન સ્થળે ખુલ્લામાં પ્રોસેસિંગ થતું જોવા મળેલ, જેમાં છાપરા, લોરિંગ તથા ઉપયોગમાં લેવાતો ટાંકો ગંદકી યુકત તથા તૂટેલી હાલતમાં જોવા મળેલ (૨)સંગ્રહ કરેલ કાચો માલ તથા તૈયાર કરેલ ખાધચીજોનું સ્ટોરેજ અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળેલ જેમાં સ્થળ પર ધૂળ ચીકાશ અને કરોળિયાના જાળા જોવા મળેલ (૩) રો–મટિરિયલ માટે કાચો માલ–કાચા પપૈયાંના કટકા કરીને જમીન પર રાખ્યો હતો (૪)કામદારો ફડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરેલ કરેલ નથી (૫) ઉત્પાદનમાં સ્થળ પર જવાબદાર ટેકનીકલ પર્સન ગેરહાજર છે, તેમજ બેચવાઇઝ ઉત્પાદન અંગેના રજીસ્ટર નિભાવેલ નથી, તેમજ રજૂ કરેલ નથી (૬) ઉપયોગમાં લેવાતા બોરના પાણીનો રિપોર્ટ રજૂ કરેલ નથી
ચાર સેમ્પલ પરીક્ષણ અર્થે ફૂડ લેબમાં મોકલાશે
સ્થળ પર સંગ્રહ કરેલ જથ્થા પૈકી અનહાઇજેનિક રીતે સંગ્રહ કરેલ ફરમેન્ટેડ પપૈયાંનો તથા જમીન પર રાખેલ કાચા પપૈયાં મળીને અંદાજીત કુલ ૨૦,૦૦૦ કિ.ગ્રા. (૨૦ ટન) જથ્થો આરોગ્યની દ્રષ્ટ્રિએ માનવ આહાર માટે યોગ્ય ન હોવાનું ફડ બિઝનેશ ઓપરેટરે સ્વીકારેલ તેમજ આરોગ્ય અધિકારીની સૂચના મુજબ સદરહત્પ પેઢીમાં ઉત્પાદન અનહાઈજેનિક કન્ડિશનમાં થતું હોય, ઉપરોકત જથ્થો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કોમ્પેકટ વાહનને સ્થળ ઉપર લાવી તેના દ્રારા નાશ કરવામાં આવ્યો હતો તેમજ સ્થળ ઉપરથી ફડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ મુજબ (૧) ટૂટી ફ્રટી ગ્રીન (૨) જેલી કયુબ્સ ઓરેન્જ લેવર (૩) ટૂટી ફ્રટી રેડ અને (૪)જેલી કયુબ્સ પાઈનેપલ લેવર સહિતના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે ફડ લેબમાં મોકલવા કાર્યવાહી કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech