ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને ચૂંટણી માટે પહેલી વાર જો બાઈડન કરતાં વધુ નાણાં એકત્ર કર્યા હતા, બાઈડન અને ડેમોક્રેટિક પાર્ટીએ એપ્રિલમાં ૫૧ મિલિયન ડોલર એકત્ર કર્યા હતા, જેની સરખામણીમાં ટ્રમ્પ અને રિપબ્લિકન નેશનલ કમિટીએ ૭૬ મિલિયન ડોલર એકઠા કર્યા છે, પ્રેસિડેન્ટ બાઈડન પાસે રહેલું કુલ ભંડોળ મે મહિનાની શઆતમાં ૧૯૨ મિલિયન થયું હતું.
અબજોપતિ હોન પોલસન દ્રારા આયોજિત પામ બીચ ઇવેન્ટ સહિત, અને તેલ અને ગેસ ક્ષેત્રના મોટા દાતાઓ પાસેથી ટેકો મેળવ્યા બાદ ટ્રમ્પના ભંડોળમાં મોટો વધારો થયો છે. ઝુંબેશ, રાજકીય પક્ષો અને તેમને ટેકો આપતી મુખ્ય સુપર પોલિટિકલ એકશન કમિટીઓએ ફેડરલ ચૂંટણી પંચને તેમના માસિક અહેવાલો ફાઇલ કર્યા છે.
જો બાઈડન અને ડેમોક્રેટિક નેશનલ કમિટીએ એપ્રિલમાં ૫૧ મિલિયન ડોલર એકત્ર કર્યા બાદ મહિનાના અંતમાં કુલ નાણાં ભંડોળ ૧૯૨ મિલિયન ડોલર થયું હતું, બાઈડનના ફરીથી ચૂંટણીના પ્રયાસે ચૂંટણીની મોસમમાં આ સમયે ડેમોક્રેટિક નોમિની માટે રેકોર્ડ બ્રેકિંગ રકમ એકત્રિત કરી છે. એપ્રિલમાં તેના મોટા ભંડોળને ઊભુ કરનારાઓમાં માઇકલ ડગ્લાસ દ્રારા આયોજિત ઇવેન્ટનો સમાવેશ થાય છે, જે અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે, જેમણે ૧૯૮૭ની ફિલ્મ વોલ સ્ટ્રીટમાં ગોર્ડન ગેક્કોની ભૂમિકા ભજવી હતી, પરંતુ ઝુંબેશના નાના–ડોલર ડોનર્સ મોટા ભાગના ખર્ચ માટે જવાબદાર હતા. મોટા ફાળો આપનારાઓમાં ફેમિલી ગાયના મેકર મેકફાર્લેન, ફેસબુકના સહ–સ્થાપક ડસ્ટિન મોસ્કોવિટઝ, બેઇન કેપિટલના જોશ બેકનસ્ટેઇન અને હેજ ફડં મેનેજર ટોમ સ્ટેયરનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અભિયાન અને જીઆપી માટે એપ્રિલમાં ૭૬ મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેમની ઝુંબેશ અને રિપબ્લિકન નેશનલ કમિટીએ મહિનાનો અતં ૮૯ મિલિયન ડોલર એકઠા કર્યા છે. ટ્રમ્પના તેમના પક્ષના અનુમાનિત નોમિની તરીકે નાણાં એકત્ર કરવાનો પ્રથમ સંપૂર્ણ મહિનો અગ્રણી દાતાઓ તરફથી મોટા દાનમાં પરિણમ્યો છે. વધુ દાન આપનારાઓમાં કોન્ટિનેંટલ રિસોર્સિસના હેરોલ્ડ હેમ, મિડલેન્ડ એનજીર્ના સૈયદ અનવર અને કેન્ટર ફિટઝગેરાલ્ડના હોવર્ડ લ્યુટનિકનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech