રાજકોટ પીસીની ટીમે માલિયાસણ ચોકડી પાસેથી દારૂ ભરેલ ટ્રક સાથે રાજકોટના કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ઝડપી લીધો હતો. પોલીસે ૫૭૬ બોટલ દારૂનો જથ્થો અને ટ્રક સહિત .૮.૭૯ લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હત્પણ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ કીરતસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા,વાલજીભાઇ જાડાને એવી બાતમી મળી હતી કે, નવા ૧૫૦ ફુટ રીંગરોડ માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ નામની હોટલ પાસે ખુલ્લા પાકગમાં એક અશોક લેલેન્ડ ટ્રક નં.જીજે.૧૦,ડબલ્યુ. ૬૨૩૩ ઉભો છે.જેમાં દાનો જથ્થાની હેરફેર થઇ રહી છે.
જેથી પીસીબીની ટીમે દરોડો પાડી માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ નામની હોટલ પાસે ખુલ્લા પાકગમાં જોતા એક ટ્રક પડેલ હતો.
પોલીસે ટ્રક પાસે જઇ ટ્રકના કેબીનમા જોતા ડ્રાઇવર સીટ પર શખસનું નામ પૂછતાં સતીષ નાથા જાટીયા (ઉવ.૩૨),(ધંધો. કન્ટ્રકશન,રહે. જામનગર રોડ, નાગેશ્વર મંદિર પાસે, શાંતિ નગર, અરિહતં એવન્યુ–એ,ફલેટ નંબર–૧૦૨, રાજકોટ) જણાવ્યું હતું. ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતાં ઉપર તાલપત્રી બાંધેલ હોય, જેથી તાલ પત્રી હટાવી જોતા ટ્રકમા પાછળના ભાગે પ્લાસ્ટીકના કાળા કલરના ઝભલામા દાની પેટીઓ ભરેલ હતી.
સ્ટાફે ટ્રકમાં રહેલ દાની પેટીઓ બહાર કાઢી દારૂની બોટલ ગણતાં અલગ અલગ બ્રાન્ડની કુલ ૫૭૬ દારૂ ની બોટલ મળી આવતાં કુલ .૨.૭૪ લાખનો દારૂ અને ટ્રક સહિત કુલ .૮.૭૯ લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ લાવનાર સતીષ જાટીયાની ધરપકડ કરી દારૂ કયાં સપ્લાય કરવાનો હતો સહિતની બાબતે તપાસ હાથ ધરી છે
ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટના પાકિગમાંથી ૮૭ બોટલ દારૂ મળ્યો
ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ, વિશાલભાઈ દવે અને પ્રદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે ઇન્દિરા સર્કલ પાસે જલારામ–૨ હેતધારા એપાર્ટમેન્ટ માં ફલેટ નંબર ૧૦૨ માં રહેતા હિરેન ભીખુભાઈ કાનાબાર (ઉ.વ ૩૮) નામના શખસે અહીં એપાર્ટમેન્ટના પાકિગમાં દાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડો હતો. પોલીસે અહીંથી અલગ અલગ બ્રાન્ડની પિયા ૫૨,૩૫૦ ની કિંમતની દાની ૮૭ બોટલ કબજે કરી હતી. પોલીસે દારૂ નો જથ્થો અને મોબાઈલ સહિત પિયા ૫૯, ૩૫૦ નો મુદ્દામાલ કબજે કરી હિરેન કાનાબારની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech