આરંભડાનાં રોડને પાર્કિંગ પોઇન્ટ બનાવનારા

  • December 14, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રક સંચાલકો સામે ઓખા ન.પા.તંત્ર અને પોલીસ લાચાર !

ઓખા ન.પા.નાં બોર્ડ ઉપર ટ્રક સંચાલકોએ પીછડા મારીને તંત્રને ચેલેન્જ કરી ઉપરાંત રોડ અને  ફુટ પાથને નૂકશાન કરેલ્ છતાં પણ ન.પા.અને પોલીસ કંઈ પગલાં કેમ લીધેલ નથી તે સવાલ પુછાઈ રહ્યો છે !
જીલ્લા કલેક્ટરની ગેરકાયદેસર પાર્કિંગ, ગેરકાયદેસર દબાણ અને્ રખડતા પશુઓ પકડવા અંગે કડક કાર્યવાહી કરવાની સુચનાને સંબંધિત અધિકારીઓ ઘોળીને પી ગયા ! દ્વારકા તાલુકાનાં ઓખા નગરપાલિકા વિસ્તારનાં આરંભડા ગામે ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા નો પ્રશ્ન પ્રજા માટે શિર વેદના બની રહ્યો છે.. !
આરંભડા નાં ભોયસર તળાવ અને સુરજકરાડીને જોડતો નગરપાલિકાની માલિકીના રોડ ઉપર ગેરકાયદેસર રીતે ભારે વાહનો એટલે કે ટ્રક, બસ,જેસીબી, રીટાચી વગેરે પાર્કિંગ કરીને કાયદાની ધજીયા ઉડાડવામાં આવી રહી છે અને સરકારી તંત્ર ને ચેલેન્જ કરાવાઈ રહી છે.
આ અંગે ઓખા નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવાથી  નગરપાલિકાનાં ચીફ ઓફિસરે આરંભડા સુરજકરાડીમાં વિવિધ જગ્યાએ નો પાર્કિંગ નાં બોર્ડ પણ લગાવ્યા છે.
આરંભડાનાં રોડ ઉપર પણ નો પાર્કિંગ નાં બોર્ડ લગાડવામાં આવ્યા પરંતુ ટ્રક માલિકોએ દાદાગીરીથી આવા બોર્ડ ઉપર બીજા કલરના પીછડા મારીને ત્યાં જ ગેરકાયદેસર રીતે રોડના વોકિંગ ટ્રેક ઉપર પોતાની ટ્રકો પાર્કિંગ કરીને ઓખા નગરપાલિકા અને પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી રીતે ખુલ્લેઆમ પબ્લિક પ્રોપર્ટી ને નુકસાન પહોંચાડી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે !
થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા નાં કલેકટરે જિલ્લાનાં તમામ ચીફ ઓફિસરો અને સંબંધિત અધિકારીઓને બોલાવીને ગેરકાયદેસર રીતે દબાણ, ટ્રાફિક સમસ્યા અને રખડતા પશુઓનાં પ્રશ્ને કડક કાર્યવાહી  કરવા સુચનાઓ આપી હતી.
બે ચાર દિવસ દ્વારકા અને ઓખા ન.પા.માં પશુ પકડવા નયો નાટકો ભજવાયા ઉપરાંત ટ્રાફીક સમસ્યા કે ગેરકાયદેસર પાર્કિંગ અંગે કંઈ પણ કાર્યવાહી થઈ  નથી.
માથાભારે ટ્રક સંચાલકો ન.પા.ની.માલિકીનાં રોડ ઉપર ખુલ્લેઆમ દાદાગીરી કરીને પાકિગ કરીને રોડની ફૂટપાથનાં બ્લોક તોડી નાખ્યાં છે ત્યારે કોઈ જાગૃત નાગરિક આ લોકોને આ રીતે  પાકિગ ન કરવા જણાવે ત્યારે આ ટ્રક સંચાલકો લુખ્ખી દાદાગીરી ઉપર ઉતરી આવે છે !
કલેક્ટરનાં હુકમને ન.પા.તંત્ર કે અન્ય તંત્ર ગંભીર રીતે અમલમાં નથી લેતા અને ન.પા.તંત્ર કે પોલીસ ને ટ્રક માલિકો/સંચાલકો ગંભીર રીતે નથી લેતા ત્યારે બિચારી પ્રજા ક્યાં જાય ? સરકારી બાબુઓની આળસ અને અવળચંડાઈમાં સરકારે કરેલા વિકાસ કામો ને કાટ લાગી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application