તમે મણનું શું ભાડું લ્યો છો, ટ્રક ચાલકે 70 રૂપિયા કહેતા, અમે 75 લઈએ છીએ હવે અમારા ગામમાં ભાડા કરવા આવતો નહીં કહી નાના માચીયાળા નજીક ટ્રક ચાલકને મારમારી ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે યુવકની ફરિયાદ પરથી બે શખસો સામે ગુનો નોંધ્યો છે.
બાબરાના વાંડળીયા ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા ભાવેશભાઈ પરસોતમભાઇ ઠુંમ્મર (ઉ.વ.33)નામના યુવક નાની માચીયાળી ગામે જેરામભાઈ નાકરાણીને ત્યાં મજૂરો સાથે ટ્રકમાં ઘઉં ભરવા માટે ગયા હતા. અને નાના માચીયાળાથી સુરત જવા નીકળતા રસ્તામાં ઉભેલા છોકરાએ ટ્રક ઉભો રખાવ્યો હતો અને ચાલક ભાવેશભાઈને પૂછ્યું હતું કે, તમે શું ભાડું લ્યો છો, ચાલકએ 70 રૂપિયા મણનો ભાવ લઉં છું કહેતા છોકરાએ કોઈને ફોન કર્યો હતો અને મારી ચાલક સાથે વાત કરાવી હતી, ચાલકે ફોનમાં નામ પૂછતાં મુન્નો માચીયાળા બોલતો હોવાનું જણાવી અમે અહીં 75 રૂપિયા ભાવ લઈએ છીએ હવે તું અહીં ભાડા કરવા આવતો નહીં કહી ટ્રક ચાલકને ધમકાવવા લાગ્યો હતો. આથી તેને પ્રેમથી વાત કરવાનું કહેતા મુન્નો માચીયાળા ત્યાં બાઇકમાં એક છોકરાને બેસાડીને આવ્યો હતો અને ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી માથામાં કડુ માર્યું હતું. તેની સાથે આવેલા અજાણ્યા છોકરાએ પણ મારમાર્યો હતો. દેકારો થતા માણસો ભેગા થઇ ગયા હતા ને ચાલકને વધુ માર માંથી બચાવ્યો હતો. યુવકને માથામાં ઇજા થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે ટ્રક ચાલક ભાવેશ ઠુમ્મરની ફરિયાદ પરથી મુન્નો માખીયાળા અને અજાણ્યા છોકરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૂ. 15 લાખ 18 ટકા વ્યાજ સાથે મિત્રને સુપ્રત કરવા એસ્ટેટ બ્રોકરને કોર્ટનો હુકમ
May 08, 2025 03:00 PMહિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર
May 08, 2025 02:57 PMઈવીએમ પર સુપ્રીમે આપ્યો ફેંસલો, મોક વોટિંગ માટે સિમ્બોલ લોડિંગ યુનિટ બદલી શકાશે નહિ
May 08, 2025 02:50 PMરેલ્વે મંત્રાલયની એડવાઈઝરી: મીલીટરી ટ્રેનો વિશે માહિતી આપવા પર પ્રતિબંધ
May 08, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech