રૂ. 15 લાખ 18 ટકા વ્યાજ સાથે મિત્રને સુપ્રત કરવા એસ્ટેટ બ્રોકરને કોર્ટનો હુકમ

  • May 08, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના આપેલ રૂપિયા 15 લાખ પરત મેળવવા સ્મોલ કોઝ કોર્ટમાં દાખલ કરેલા કેસમાં અદાલતે રૂ. ૧૫ લાખ કેસ દાખલ થયાની તારીખથી 18 ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ, જમીન-મકાનની દલાલી અંગેનું કામકાજ કરતા ધર્મેશભાઈ ગોબરભાઈ રાંકે મિત્રતાના સંબંધના નાતે ભરતભાઈ નાનજીભાઈ ભાલોડી પાસેથી પોતાના અંગત ઉપયોગ માટે રૂ. ૧૫ લાખ વગર વ્યાજે ઉછીના લીધા હતા. જેના અમુક સમય બાદ ભરતભાઈને રૂપિયાની ધર્મેશભાઈ પાસેથી રૂ.૧૫ લાખ પરત માગણી કરતા ધર્મેશભાઈએ ૧૫ લાખ પરત ચુકવવા માટે ચેક આપ્યો હતો. ભરતભાઈએ

ચેક વટાવવા માટે પોતાની બેંકમા રજુ કરતા ચેક લખનારના ખાતામાં અપૂરતી રકમની નોંધ સાથે પરત ફરેલ હતો. જેથી ભરતભાઈએ વકીલ મારફત લીગલ નોટિસ મોકલવા છતાં ધર્મેશભાઈએ ચેકના નાણાં ચુકવેલ નહિ. જેથી નાછુટકે ભરત ભાઈ એ પોતાની રકમ પરત મેળવવા માટે રાજકોટની સિવિલ કોર્ટમાં પોતાના વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં ધર્મેશભાઈ વકીલ મારફત હાજર થઈને વાંધાઅરજી રજૂ કરી હતી. તે અરજીની સુનાવણી સમયે કોર્ટે મૂળ રકમના ₹15 લાખના 10% રૂ. ૧.૫૦ લાખ ભરપાઈ કરવાની શરતે બચાવ રજુ કરવા અંગેનો હુકમ ફરમાવ્યા બાદ બાદ કેસ કાયદાની જોગવાઈ મુજબ ચાલતા વાદી ભરતભાઈના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી ભરતભાઈ તરફેણના કાગળો ઉપર કોર્ટનું ધ્યાન લાવેલ હોય અને કાયદાની તમામ પ્રોસેસ પુર્ણ થતા સ્મોલ કોર્ટ ના જજ સી.પી.ચારણે હાથ ઉછીની રકમ લેનાર ધર્મેશભાઈએ રૂ. ૧૫ લાખ ૧૮ %ના વ્યાજ સાથે કેસ દાખલ કરેલ હોય તે તારીખથી રકમ ન ચુકવે ત્યાર સુધીનું વ્યાજ ગણીને બધી રકમ ભરતભાઈ ભાલોડીને પરત ચુકવવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં વાદી વતી યુવા એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા, વિવેક સોજીત્રા દિવ્યાબા વાળા તથા સંજય કાટોળીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application