મંગળવારે ત્રિકોણબાગ કા રાજા મંગલ (મૂર્તિ) નું શાહી આગમન

  • September 12, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરિવાર પર આવી પડેલી વિપદાના નિર્વિધ્ને નિવારણ માટે આજથી બરાબર ૨૪ વર્ષ પહેલાં રાજકોટના એક પરિવારે ગણપતિ સ્થાપનની માનતા માનેલી, જે ફળીભૂત થતાં સ્વગૃહે ગણપતિ સ્થાપન કરવાના બદલે શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે પુરા ભકિતભાવ અને આસ્થા સાથે ૨.૫ ફટની ઐંચાઈના 'માનતાના ગણપતિ'ની સ્થાપના પૂજન કયુ હતું. સમય જતાં એ પારિવારિક ગણપતિ સ્થાપન સૌરાષ્ટ્ર્રના સૌ પ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પરિવર્તન પામ્યુ. એ ગણેશ મહોત્સવ એટલે લાખો અસ્થાળુંના કેન્દ્ર સમા ત્રિકોણ બાગ કા રાજા. આ વર્ષે ત્રિકોણબાગ ખાતે તા. ૧૯થી ૨૮ સપ્ટેમ્બર સુધી સ્થાપિત થનારા ત્રિકોણ બાગ કા રાજાનું રજત જયંતિ (સિલ્વર યુબિલી) સ્થાપના વર્ષ છે. ૧૯૯૯ની સાલમાં ત્રિકોણબાગ ચોકમાં એક લીમડાના વૃક્ષ હેઠળ નાનકડા મંડપમાં સ્થાપિત કરેલી અઢી ફટની ઐંચાઈની માનતાના ગણપતિએ વર્ષેા વર્ષ આસ્થાનું એવું મોટું વટવૃક્ષ ખડું કયુ કે ૨૦૧૯ની સાલમાં સ્થાપિત કરેલી અત્યાર સુધીની સૌથી મોટી ૧૭ ફટની ઐંચાઈની મૂર્તિએ બાપાના ભકતોની આસ્થાને પણ વિરાટ સ્વપે પ્રસ્થાપિત કરી હતી. જે ઉત્તરોત્તર વધતા વધતા આ ૨૫માં વર્ષે માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર્ર અને ગુજરાત જ નહીં પણ ભારતભરમાં માનતાના ગણપતિના નામે લાખો લોકોના મનની મુરાદ પૂરી કરી રહ્યું છે.


સાર્વજનિક ગણપતિ સ્થાપન પંડાલમાં માત્ર ગણેશ વંદના જ નહીં પણ ૧૦–૧૦ દિવસ સુધી નિત્ય સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક વિવિધ પ્રકલ્પો સાથે તેમજ નિર્ભેળ અને માત્ર ધાર્મિક દ્રષ્ટ્રિકોણથી રજૂ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રણેતા પણ ત્રિકોણ બાગ કા રાજા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ ધૂન–કીર્તન, સંતો–મહંતોના વરદ હસ્તે મહા આરતી, ગણેશ વંદના, (નૃત્ય નાટિકા),લોક ડાયરો, મ્યુઝીકલ શો, બાળકોના શ્લોક ગાન, બાળકો દ્રારા સામુહિક હનુમાન ચાલીસા પઠન, ભકિત સંધ્યા, નિ:શુલ્ક મેડિકલ કેમ્પ, મહા રકતદાન કેમ્પ, શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો, ગેમ શો, મહિલાઓ માટે મહેંદી સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધા, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ કથા, જાહેર જનતા માટે ડાંડિયારાસ સ્પર્ધા સહિતના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવ્યા છે.તારીખ ૧૯ને મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકે ઢોલ શરણાઈના મંગલમય સુર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને પ્રાણ પ્રતિા કરવામાં આવશે. યારે સાંજે ૭.કલાકે ઇસ્કોન મંદિર દ્રારા કીર્તન–ધૂન, રાત્રે ૮:૧૫ કલાકે સાધુ–સંતો, મહંતો અને અગ્રણીઓના વરત હસ્તે પ્રથમ મહાઆરતી તેમજ રાત્રે ૮:૩૦ કલાકે ગણેશ વંદનાનો સાંસ્કૃતિક કાર્યક્રમ (નૃત્ય નાટિકા).રજુ કરવામાં આવશે. તા. ૨૦ને બુધવારે રાત્રે ૮:૩૦ કલાકે નામી કલાકારોનો ભવ્ય લોકડાયરો, તા. ૨૧ ને ગુવારે રાત્રે ૮:૩૦ કલાકે ક્રાંતિ બેન્ડ શો, ચિર જાની અને કોલેજના છાત્રો મ્યુઝિકલ શો પ્રસ્તુત કરશે. તા. ૨૨ને શુક્રવારે રાત્રે ૮:૩૦ કલાકે મુંબઈના કલાકારોનો સરંગી કાર્યક્રમ, તા. ૨૩ને શનિવારે સાંજે ૫:૩૦ કલાકે બાળકો દ્રારા શ્લોક ગાન અને સોથી વધુ બાળકો સામુહિક હનુમાન ચાલીસા પાઠ રજૂ થશે ત્યારે ત્રિકોણબાગમાં સનાતની આધ્યાત્મિક ગુંજથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રસરશે. આ હનુમાન ચાલીસા અને શ્લોક ગાનમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવશે. રાત્રે ૮:૩૦ કલાકે 'મેરે દેવા મેરે ઘર આયો' ભકિત સંધ્યા પ્રસ્તુત થશે. તા. ૨૪ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે જાહેર જનતા માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ મહારકતદાન કેમ્પ, રાત્રે ૮:૩૦ કલાકે શાળાના બાળકોનો ભવ્ય ડાન્સ ટેલેન્ટ શોઅને ગેમ શો, તા. ૨૫ને સોમવારે સાંજે ૫:૩૦ કલાકે મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ તથા રાત્રે ૮:૩૦ કલાકે મેહત્પલ રવાણી, અલ્પેશ ડોડીયા પ્રસ્તુત ભવ્ય સંગીત સંધ્યા રજૂ કરવામાં આવશે. તા.૨૬ને મંગળવારે સાંજે ૫:૩૦ કલાકે જાહેર જનતા માટે આરતી સુશોભન સ્પર્ધા અને ઇનામ વિતરણ રાત્રે ૮:૩૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી, ભકિત સભર સંગીત સંધ્યા, તા. ૨૭ને બુધવારે સાંજે ૫:૩૦ કલાકે સત્યનારાયણ દેવની કથા, રાત્રે ૮:૩૦ કલાકે જાહેર જનતા માટે દાંડીયારાસ સ્પર્ધા તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યારે તા. ૨૮ને ગુવારે સવારે ૧૦:૩૦ કલાકે પૂર્ણાહત્પતિ પૂજન થશે. તેમ જ બપોરે ૧૨:૩૦ કલાકે ત્રિકોણ બાગથી ખોખળદળ નદી તરફ ગણપતિ વિસર્જન યાત્રાનું ધામધૂમ પૂર્વક પ્રસ્થાન કરવામાં આવશે.

જિમ્મીભાઈ અડવાણી ના માર્ગદર્શન માં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, બીપીન મકવાણા, કાનાભાઈ સાનિયા, રાજન દેસાણી, ભરત મકવાણા, પ્રકાશ ઝિંઝુવાડીયા, કિશન સિદ્ધપુરા, ભરતભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલિયા, વંદન ટાંક, કૃષ્ણ ભટ્ટ, ધાર્મીન ચૌહાણ, મિલન ધંધુકિયા, આશિષ કામલીયા, અભિષેક કાચા, રાજદીપસિંહ જાડેજા, કમલેશ સંતુમલાણી, કૃણાલ મિક્રી, વિનય ટાંક, પિનાકીન ખાણધર, સન્ની કોટેચા, કાળુભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ કાપડી, દર્શન જોશી, પ્રથમ રાણપરા, અભિષેક કણસાગરા, જીત ખોપકર, પરાગ ગોહેલ, સુમિત મકવાણા, તિલક આડેસરા, ધવલ ત્રિવેદી, ભરતસિંહ પરમાર, નિખિલભાઇ વડગામા,નાગજીબાભવા ,બલરામ ચૌહાણ, દ્ર ઠાકર સહિતના સેવાભાવી સદસ્યો સમગ્ર આયોજનને સુપેરે પાર પાડવા છેલ્લા એકા'દ માસથી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સાર્વજનિક ગણેશ મહોત્સવની વિશેષ માહિતી, નિત્ય આયોજિત થતાં વિવિધ કાર્યક્રમોની જાણકારી કે અન્ય સેવા કાર્યેાની માહિતી માટે વોટસએપ નંબર ૯૪૨૬૨૦૧૧૨૦, વોઇસ કોલ માટે મો. નંબર ૯૯૨૪૦૯૯૨૪૧ અથવા ઈમેલ આઇ.ડી . પર સંપર્ક કરી શકાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application