૧૫મી ઓગષ્ટ્રે સ્વાતંત્રય પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આગામી ૧૦મી ઓગષ્ટ્રે રાજકોટ ખાતેથી ભવ્યાતિત તિરંગાયાત્રા રાષ્ટ્ર્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી તેમજ કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કેમિકલ અને ફર્ટિલાઈઝર જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તિરંગાની આન, બાન અને શાન થીમ સાથે આ યાત્રાનો પ્રારભં કરાવશે ભારત સરકારે આ સ્વતંત્રતા દિવસ પર દરેક ઘર, શેરી, વિસ્તાર, સોસાયટી અને ગ્રામ્ય વિસ્તાર સહિત રાષ્ટ્ર્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શ કરી છે. વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમ થકી ફરી દેશવાસીઓના હૃદયમાં દેશભકિતની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શઆત કરી છે. આ અભિયાન અંતર્ગત દેશના નાગરિકો આજથી ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠલળ તિરંગો ફરકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
દેશની એકતા, અંખડિતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વ ાનને ઝીલી લઈને રાજયના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે ત્યારે રાજકોટના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્ર્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા સાથે આ તિરંગા યાત્રાથી રાજકોટવાસીઓ દેશભકિતના રંગે રંગાય, અને તેમનામાં દેશભકિત અને રાષ્ટ્ર્રભાવના વિકસે તે પ્રકારે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જુદી જુદી કચેરીઓ મારફત ટેબ્લોનું નિદર્શન, ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના વોર્ડવાઇઝ વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઇ તેવો મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુરોધ કર્યેા છે.વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાયમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારભં કરાવ્યો છે તથા તે મુજબ મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ પોતાના નિવાસસ્થાનેથી તિરંગો લહેરાવીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech