નો ડ્રગ્સ કેમ્પેઇનના સંદેશા સાથે ૧૭૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર લહેરાવ્યો ત્રિરંગો

  • May 30, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત યારે પોતાની વિશ્વગુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે ત્યારે ગુજરાતના ૧૯ સાહસિક યુવાઓની ટીમ દ્રારા તારીખ ૨૮ મે ના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઐંચાઈ ૧૭,૩૦૦ ફટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્યતં નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા નો ડ્રગ્સ કેમ્પેઇનનો સંદેશ આપ્યો હતો ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્રારા આ યુવાઓને ૨ મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ ૫ કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતર ની પ્રેકિટસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેકચર દ્રારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી
તા ૨૧ મે ના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કયુ હતું અને તા ૨૮ મે ના રોજ સમિટ કરી ૧૭૩૦૦ ફટની ઐંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષેાથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે નો ડ્રગ્સ કેમ્પેઇનનો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ કેટલું નુકસાન કારક છે એ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્રારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ ૧૯ સાહસિક યુવાની ટીમમાં રાજકોટ ના નંદન માણેક, વિશ્વાસ હપાણી, સ્વયમ કાચા, દીપ હપાણી, પ્રિયા પટેલ, નિશીલ ગર્દેશિયા, મયકં કાચા ઉપરાંત ૧૨ યુવાઓએ ભાગ લીધો. આ પૈકી વત્સલ કથીરિયા, નંદન માણેક, ગર્વ મેવાડા, વિશ્વાસ હપાણી, ધ્રુવ પટેલ, ચિરાગ પટેલ, સ્વયમ કાચા, આશુતોષ મહેતા, હેત પટેલ એ સફળતા પૂર્વક આરોહણ કર્યુ. યારે દીપ હપાણી, પ્રિયા પટેલ, સાર્થક જોષી, મયુર બજાણિયા, નિશીલ ગર્દેશિયા, મયકં કાચા એ બીમાર પ્રતયોગીની મદદ માટે તે ટોચથી ૧૫૦ ફીટ નીચે રહી ગયા અને ટીમ સ્પિરિટનું મજબૂત ઉદાહરણ પૂં પાડયું. ઇન્વિન્સિબલના આ ૧૯ પર્વતારોહકોનુ નો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application