રાજકોટ ઇન્કમટેકસમાં અધિકારીઓની બદલીઓ અટકી: કામગીરી અધ્ધરતાલ

  • August 08, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટવાસીઓ જેમ વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવી જ રીતે આવકવેરા વિભાગમાં પણ ઉચ્ચ અધિકારીઓ તેમની ટ્રાન્સફરની રાહમાં છે. અત્યાર સુધીમાં કલાસ વન અધિકારીઓને ટ્રાન્સફર ના ઓર્ડરો થઈ જતા હોય છે પરંતુ આ વખતે હજુ સુધી ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવ્યા ન હોવાથી આગળની કામગીરી અધ્ધરતાલ પડી છે.

સીબીડીટી દ્રારા ચીફ અને જોઈન્ટ કમિશનરોની બદલી કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી રાજયકક્ષાએથી આ બદલીના ઓર્ડરો આવ્યા નથી. હાલની પરિસ્થિતિમાં આવકવેરા વિભાગની કચેરીમાં બદલી કયારે આવશે તેવી જ ચર્ચાઓ ચાલી રહી છે. યાં સુધી અધિકારીઓને ટ્રાન્સફર નહીં આવે અને નવા અધિકારીઓ રાજકોટમાં યાં સંભાળશે નહીં ત્યાં સુધી સર્ચ સર્વેની કામગીરી ને બ્રેક લાગી ગયો છે.
જોકે જુલાઈ મહિનામાં આવવાની બદલીના ઓર્ડરો ઓગસ્ટ મહિનાના અતં સુધીમાં આવી જશે તેવી શકયતાઓ આઈ.ટી. વિભાગના સૂત્રો વ્યકત કરી રહ્યા છે.આ ઉપરાંત ઇન્કમટેકસના ચીફ કમિશનર જયંતકુમાર પણ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી વડા વગરની કચેરી થઈ જશે.
ઇન્કમટેકસની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્રારા જવેલર્સ ત્યારબાદ લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર મેગા ઓપરેશન હાથ ધરીને ઐતિહાસિક સફળતા મેળવી છે જેના બદલ વીંગ અધિકારીઓ પર પ્રસન્નતા ના ફલો વરસ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News