આણંદના ખંભાતમાં ગણેશ વિસર્જનમાં સર્જાઈ દુર્ઘટના, વીજ કરંટ લાગતા બે યુવકોના મોત

  • September 28, 2023 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આજે વિઘ્નનહર્તા ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો હર્ષ ભેર સાથે ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે. આ દરમિયાન એક દુર્ઘટમા સર્જાઈ છે. જેમાં વીજ કરંટ લાગવાથી બે યુવકના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોચી છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદનાં ખંભાતમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે અનંત ચતુર્દર્શી હોઈ ગણપતિ વિસર્જનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સૌ કોઈ ભક્તિમય માહોલમાં ભગવાનની યાત્રા નીકળી હતી. ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન દુર્ઘટનાં સર્જાતા લોકોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. ખંભાતના નવરત્ન સિનેમા પાસે નંદી પર સવાર ગણેશ દાદાની મૂર્તિ ઉઠાવનારને પાંચ ભક્તોને ઉપરથી પસાર થતા વીજ વાયરથી કરંટ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં બે ભક્તોનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. ત્યારે હજુ એકની હાલત ગંભીર છે જ્યારે બે લોકોની સામાન્ય સ્થિતિ છે. ખંભાત લાડવાડા વિસ્તારના સંદીપ કોળી અને અમિત ઠાકોરનું મોત થયું. 


છેલ્લા 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ગણપતિ દાદાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં નક્કી કરવામાં આવેલી જગ્યા પર ગણેશ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા હતા. જ્યાં મોટી મૂર્તિઓને નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.. ડીજે, નગારાના તાલે નાચતા ગાતા ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા. અને અશ્રુ ભિની આંખે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application