જામનગરની ભાગોળે હોન્ડા ચાલકને બચાવવા જતા ટ્રેક્ટરની ગુલાંટ

  • May 29, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ભાગોળે કાલાવડ-લાલપુર બાયપાસ રોડ પર મોરકંડા પાસે રોંગ સાઈડમાં આવી રહેલા એક બાઇક ચાલકને બચાવવા જતાં ખાતર ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, અને તેના ચાલકનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઈ જવાથી કરૂણ મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના કાલાવડ બાયપાસથી લાલપુર બાયપાસ જવાના માર્ગે મોરકંડા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં એક હોન્ડા ચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. દરમિયાન સામેથી ખાતર ભરીને આવી રહેલા ટ્રેક્ટરના ચાલકે બાઇક ચાલકને બચાવવા જતાં ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને ટ્રેકટર નીચે ઉતરીને ખાડામાં પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલક કે જેનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઈ જવાથી ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
 આ બનાવની જાણ થતા પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા, અને થોડો સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો. પોલીસે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર ને પૂર્વવત બનાવ્યો હતો, જ્યારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application