સિનીયર વુમન ટી-20 ની મેચમાં નગરની વિરાંગનાઓનો દબદબો: સૌરાષ્ટ્રનો વિજયી પ્રારંભ

  • October 20, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેપ્ટન જયશ્રી જાડેજાની શાનદાર ઇનીંગ્સ અને નેહા ચાવડાએ ઝડપી 3 વિકેટ


બીસીસીઆઇના નેજા હેઠળ આજથી સિનિયર વુમન ટી-20 ક્રિકેટ ટૂનર્મિેન્ટનો પ્રારંભ થયો છે. આ ટૂનર્મિેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ ગ્રૂપ બીમાં સામેલ થઇ છે. ટૂનર્મિેન્ટના પ્રારંભે ગુરુવારે વડોદરામાં રમાયેલા ઉત્તરપ્રદેશ સામેના મેચમાં સૌરાષ્ટ્રે છ વિકેટે જીત મેળવી વિજયી શઆત કરી છે. જામનગરની બે મહિલા ક્રિકેટરો કેપ્ટન જયશ્રી જાડેજાએ શાનદાર 43 રન અને નેહા ચાવડાએ 3 વિકેટ ઝડપીને ઉત્તરપ્રદેશની ટીમની કમ્મર તોડી નાખી હતી.


ઉત્તરપ્રદેશે ટોસ જીતી પ્રથમ દાવ લઇ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 109 રન કયર્િ હતા. સૌરાષ્ટ્રની નેહા ચાવડાએ 4 ઓવરમાં 24 રન આપી 3 વિકેટ, ધારિણી થાપેતલાએ 2 વિકેટ મેળવી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રે જીતનો લક્ષ્યાંક 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. જેમાં કપ્તાન જયશ્રી જાડેજાએ 41 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 43 રન, આયુષી પટેલે 24 બોલમાં 1 ચોગ્ગો, 2 છગ્ગાની મદદથી અણનમ 32 રન કયર્િ હતા. સૌરાષ્ટ્ર બીજો લીગ મેચ શુક્રવારે પોંડીચેરી સામે રમશે. ગ્રૂપ-માં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ, તામીલનાડુ, કણર્કિટ, પોન્ડિચેરી, ચંદીગઢ, બંગાલ અને મેઘાલય ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં કપ્તાન જયશ્રી જાડેજા, વિકેટકીપર મેઘના જામુચા, ધારિણી થાપેતલા, પલક પટેલ, પૂજા નિમાવત, રીના ડાભી, નેહા ચાવડા, સરસ્વતી કે., આયુષી પટેલ, પૂજા મોઢવાડિયા અને નિરાલી ઓઝાનો સૌરાષ્ટ્ર ટીમમાં સમાવેશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application