સમગ્ર શિક્ષા અભિયાન આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા જામનગરમાં દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ

  • August 26, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર શિક્ષા અભિયાન’ હેઠળ જામનગર જિલ્લા આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. સિકંદરાબાદમાં સ્થિત ’નેશનલ ઈન્સ્ટિયૂટ ફોર ઘી એમપાવરમેન્ટ ઓફ ઘી પર્સન વિથ ઈન્ટેલેક્યુચલ ડિસેબિલિટી’ ના સહયોગથી એડીઆઈપી સ્કીમ હેઠળ બાળકો માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં ૩૬ જેટલા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના બૌદ્ધિક રીતે દિવ્યાંગ બાળકોને ઝકખ કીટનું (બૌદ્ધિક રીતે દિવ્યાંંગ બાળકો માટેના સાધનોની કીટ) વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્ર્મમાંં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એન.પાલાએ ભવિષ્યમાં આવા વિશિષ્ટ બાળકો માટે મહત્તમ રીતે સાધન સહાય કેમ્પનું આયોજન થાય અને વધુમાં વધુ બાળકો તેનો લાભ મેળવી શકે તેવું આયોજન કરવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વાલીઓ અને બાળકોને આ કિટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર હેમાંગીબેન દવે, ફેકલ્ટી ઇન સ્પેશિયલ એજ્યુકેશન ડો. વસીમ અહમદ, સમગ્ર આઈ.ઈ.ઈ.ડી યુનિટના સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application