આવતીકાલે વર્લ્ડ મેલેરિયા ડે: રાજકોટમાં ૧ વર્ષમાં ૫૦ કેસ

  • April 24, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એક સમયના જીવલેણ રોગ મેલેરિયાને વિશ્ર્વમાંથી નામશેષ કરવા ઝુંબેશ: મહાનગરપાલિકા દ્રારા કાલે મચ્છરજન્ય રોગચાળા સામે લોકજાગૃતિ માટે ૧૮ સ્થળોએ જાહેર પ્રદર્શન, મેલેરિયા થીમ બેઇઝ રંગોળી–પોસ્ટર હરિફાઇ: શાળાઓમાં બાળકોને આરોગ્ય શિક્ષણ અપાશે, સોસાયટીઓમાં રાત્રી સભાઓ



વિશ્વભરમાં તા.૨૫ એપ્રિલના દિવસની વલ્ર્ડ મેલેરિયા ડે તરીકે ઉજવણી થશે, જે રીતે પોલિયોને વિશ્વમાંથી નાબૂદ કરવામાં સફળતા મળી છે તે રીતે મેલેરિયાને વિશ્વમાંથી નાબૂદ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાલે શહેરના જુદા–જુદા વોર્ડમાં જાહેર પ્રદર્શન, થીમ બેઇઝ પોસ્ટર અને રંગોળી સ્પર્ધા , રેલી, સોસાયટીઓમાં રાત્રીસભા વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાંથી કચરાપેટીઓ દૂર કરવામાં આવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી મેલેરિયાના કેસ સતત ઘટી રહ્યા છે. વર્ષ–૨૦૨૨માં સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટમાંથી મેલેરિયાના કુલ ફકત ૫૦ કેસ મળ્યા હતા જેની સામે ડેંગ્યુના ૨૬૭ અને ચિકુન ગુનિયાના ૨૮ કેસ મળ્યા હતા. વધુમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે વિશ્વ મેલેરિયા દિવસની શઆત વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય એસેમ્બલીના ૬૦મા સત્રમાં મે–૨૦૦૭માં થઇ હતી. સંસ્થાનો ઉદેશ્ય મેલેરિયા શિક્ષણ અને જાગકતાને પ્રોત્સાહન આ૫વાનો તથા રાષ્ટ્ર્રીય મેલેરિયા નિયંત્રણ તકનીકો ૫ર માહિતીનો પ્રચાર કરવાનો છે. વિશ્વ મેલેરિયા દિવસ પહેલા આફ્રિકા મેલેરિયા દિવસ ર૫ એપ્રિલ ૨૦૦૧ના રોજ યોજાયો હતો.વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષની થીમ ટાઇમ ટુ ડિલિવર ઝીરો મેલેરિયા: ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇમ્પ્લીમેન્ટ છે મતલબ કે મેલેરિયાને શૂન્ય સુધી ૫હોંચાડવાનો સમય : નિવેશ કરો, નવુ કરો, અમલ કરો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ધ્વારા ૫ણ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેનો હેતુ લોકોને મેલેરિયા રોગ વિશે જાણકારી તથા તેના બચાવ અંગે ૫ગલા લેવા જાગૃત કરવાનો છે.



કાલે આટલી શાળાઓમાં આરોગ્ય શિક્ષણ કેમ્પ
વોર્ડ નં.૨માં સત્યપ્રકાશ શાળા
વોર્ડ નં.૩માં કર્ણાવતી ઇન્ટરનેશનલ શાળા (વોર્ડ ૩)
વોર્ડ નં.૩માં ગુભકિત શાળા, મનહરપુર
વોર્ડ નં.૭માં એસ.આઇ. કોલેજ
વોર્ડ નં.૧૩માં કે. કે. કોટેચા શાળા
વોર્ડ નં.૧૪માં હોમીયોપેથિક કોલેજ
વોર્ડ નં.૧૭માં અરવિંદભાઈ મણિયાર શાળા, હત્પડકો
વોર્ડ નં.૧૪માં મુરલીઘર વિધાલય, મોરબી રોડ
વોર્ડ નં.૫માં સૈફી હાઇસ્કુલ, આડો પેડક રોડ
વોર્ડ નં.૬માં સરદાર પટેલ વિધાલય, સંતકબીર રોડ
વોર્ડ નં.૧૫માં પોલીટેકનીક કોલેજ, ભાવનગર રોડ
વોર્ડ નં.૧૬માં હરિ ઓમ કન્યા શાળા, હત્પડકો પાસે
વોર્ડ નં.૧૮માં જૈની વિધાલય, રામ રણુજા સોસા. કોઠારીયા
વોર્ડ નં.૧માં ડો.ઉચ્છરંગરાય ઢેબર પ્રા.શાળા નં.૯૦– ગાંઘીગ્રામ
વોર્ડ નં.૮માં અકબરી સ્કુલ  લમીનગર શેરી નં ૮
વોર્ડ નં.૯માં મોર્ડલ સ્કુલ  શિવ૫રા મેઇન રોડ
વોર્ડ નં.૧૦માં મહિલા આઇ.ટી.આઇ. યુનિ.રોડ
વોર્ડ નં.૧૧માં આર.પી.એસ. સ્કુલ–જીવરાજ પાર્ક
વોર્ડ નં.૧૨માં સતં પુનિત મહારાજ શાળા–પુનિતનગર



કાલે શહેરમાં આટલા સ્થળે જાહેર પ્રદર્શન
વોર્ડ નં.૨માં બજરંગવાડી મેઇન રોડ
વોર્ડ નં.૩માં જંકશન રેલવે સ્ટેશન પાસે
વોર્ડ નં.૩માં મનહરપુર દેવીપુજક વાસમાં
વોર્ડ નં.૭માં રામકૃષ્ણ હોસ્પિટલ–યાજ્ઞિક રોડ
વોર્ડ નં.૧૩માં મહાદેવ મંદિર –જુની પપૈયાવાડી
વોર્ડ નં.૧૪માં ગીતા મંદિર – ગાયત્રીનગર મેઇન રોડ
વોર્ડ નં.૧૭માં ચીત્રકુટ ઘામ મંદિર, ખોડીયારનગર–૪ર
વોર્ડ નં.૪માં વેલનાથ૫રા શેરી નં.ર૦
વોર્ડ નં.૧૫માં પટેલ પાર્ક મેઇન રોડ
વોર્ડ નં.૬માં દેવકી નંદન સોસાયટી મેઇન રોડ
વોર્ડ નં.૧૫માં શિવાજીનગર શેરી નં.૮
ંવોર્ડ નં..૧૬માં હત્પડકો કવાર્ટર્સ શાક માર્કેટ પાસે
વોર્ડ નં.૧૮માં હાપલીયા પાર્ક મેઇન રોડ
વોર્ડ નં.૧માં શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
વોર્ડ નં.૮માં વોર્ડ ઓફીસ પાસે, સોજીત્રાનગર
વોર્ડ નં.૯માં વોર્ડ ઓફીસ,અક્ષર સ્કુલ પાસે રૈયા રોડ
વોર્ડ નં.૧૦માં નીલકઠં મંદિર, નાના મૈવા રોડ
વોર્ડ નં.૧૧માં અંબે માં મંદિર–જીવરાજ પાર્ક મેઇન રોડ
વોર્ડ નં.૧૨માં ઉદયેશ્વર મહાદેવ મંદિર, શ્રીનાથજી સોસા.



કાલે રાત્રીસભાઓ યોજી સોસાયટીઓમાં પણ મ્યુનિ.સ્ટાફ આપશે આરોગ્ય શિક્ષણ
શહેરની વિવિધ સોસાયટીમાં પાવર પોંઇન્ટ પ્રેઝન્ટેશન તથા જીવતં પોરા તથા મચ્છરના માધ્યથી સોસાયટીમાં લોકોને ભેગા કરી મેલેરિયા રોગ વિશે જાગૃતિ આ૫વાનો કાર્યક્રમ જેમાં (૧) બ્રહમકુમારી સંસ્થા પંચશીલ સોસા.  ૬ (વોર્ડ ૧૩), (ર) સીતારામ સોસાયટી (વોર્ડ ૬) અને (૩) લમણ ટાઉનશી૫, જીવરાજ પાર્ક મેઇન રોડ (વોર્ડ ૧૧) ૫ર રાત્રીસભાનું આયોજન કરી સોસાયટીના લોકોને આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવશે.



મેલેરિયા નિયંત્રણ કરવા મચ્છર ઉત્પત્તિ અટકાવવા નાગરિકોએ શું કરવું જરૂરી
તાવ આવે તો લોહીનું નિદાન કરાવો અને સંપૂર્ણ સારવાર લો
પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બઘં રાખવા
સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બઘં થઇ શકતા નથી અને દર અઠવાડીયે સાફ ૫ણ થઇ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી.
પાણી ગયા બાદ પાણી ભરવાની કુંડી ક૫ડાથી કોરી કરી સાફ કરવી
ટાયર, ડબ્બા–ડુબ્લી તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નીકાલ કરવો.
પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલ કુંડી–અવાડા નિયમિત સાફ કરવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application