રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ ઉ.વ.૩૪નું માલવિયાનગર પોલીસના એએસઆઈએ માર મારતા મોત નીપજયાના આરોપની ઘટનામાં આરોપી એએસઆઈ (આસ્ટિન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર) ૪૮ કલાકની અંદર પકડાઈ જશે તેવી પોલીસ દ્રારા અપાયેલી ખાતરીનો આજે આખરી દિવસ છે. સાંજ સુધીમાં આરોપી પકડાઈષ જાય કે હાજર થઈ જાય તેવી આશા પોલીસને દેખાઈ રહી છે.
ત્રણ દિવસ પૂર્વે તા.૧૪ના યુવક પરિચિત રાજેશ સોલંકીને પાડોશમાં થયેલા ઝઘડામાં સમજાવવા સમાધાન માટે ગયો હતો ત્યાં માલવિયાનગરની પોલીસ પીસીઆરમાં પહોંચી હતી. માથાકૂટમાં હમીર ઉર્ફે ગોપાલને માર મારી પીસીઆરમાં બેસાડી માલવિયાનગર પોલીસ મથકે લઈ અવાયો હતો. જયાં માર મારીને મુકત કરી દેવાયો હતો. બીજા દિવસે તા.૧૫ના રોજ સવારે સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનું તા.૧૬ના રોજ મૃત્યુ નીપજયું હતું. મોતની ઘટના બાદ મામલો બીચકયો હતો. મૃતકના પરિવારજનો દલિત સમાજના અગ્રણીઓએ વિરોધ વ્યકત કરી તાત્કાલિક આરોપી પોલીસ એએસઆઈ અશ્ર્વિન કાનગડને પકડવા માગ ઉઠાવી હતી.
મૃતદેહને સાંજના સમયે સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યવુ પાસે લઈ અવાયો હતો રોડ પર સુઈ જઈ તેમજ વાહનો પર પથ્થરમારો કરાયો હતો. પરિસ્થિતિ વણસે એ પૂર્વે જ ત્યાં હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા આરોપીને ૨૪–૪૮ કલાકમાં પકડી લેવા ખાતરી અપાઈ હતી. સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યેા હતો.
ગઈકાલે પોલીસની ટીમો દ્રારા આરોપી એએસઓઈને શોધવા તેના જામનગર રોડ સ્થિત વર્ધમાનનગરના ઘરે તેમજ અન્ય સ્થળે તપાસ આદરી હતી જો કે, કોઈ ભાળ મળી ન હતી. જયારે સાથે રહેલા પોલીસમેન નરેશ રાઠોડનું નિવેદન લેતા તેને હમીરને પીસીઆરમાં લઈ આવ્યાથી માલવિયાનગર પોલીસ મથકમાં શું બન્યું તે સમગ્ર ઘટના વર્ણવી હતી. પોલીસ સ્ટેશનમાં પણ સીસીટીવી ચેક કરાયા છે. માર મારવાના બનાવ સમયે વપરાયેલી લાકડી પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. આજે ૪૮ કલાક પુૂર્ણ થતાં હોવાથી આરોપી એએસઆઈ સામેથી આવી જાય તેવું દેખાઈ રહ્યું છે. આરોપીના પિતા જેઠાભાઈ સરળ સ્વભાવના એએસઆઈ હતા હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech