દર વર્ષે ૧૦ ડિસેમ્બરે આપણે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરીએ છીએ. આ દિવસ આપણને આપણા મૂળભૂત અધિકારોને યાદ અપાવે છે અને તેમના મહત્વ પર પ્રકાશ પાડે છે. આ વર્ષે, "આપણા અધિકારો, આપણું ભવિષ્ય - અત્યારે જ" આ થીમ આપણને આપણા અધિકારો માટે અત્યારે જ આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
માનવ અધિકારો શું છે?
માનવ અધિકારો એ આપણા જન્મજાત અધિકારો છે. આપણે બધાને સમાન રીતે આ અધિકારો મળ્યા છે. આમાં જીવન જીવવાનો અધિકાર, સ્વતંત્ર રહેવાનો અધિકાર, વિચારવાની આઝાદી, શિક્ષણ મેળવવાનો અધિકાર અને ઘણા બધા અધિકારોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં માનવ અધિકારો
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ રાજ્યમાં માનવ અધિકારોના રક્ષણ માટે કામ કરે છે. આયોગ લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરે છે અને અધિકાર ભંગના કિસ્સામાં લોકોને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરે છે.
દર વર્ષે તા. ૧૦ ડિસેમ્બરના રોજ ‘વિશ્વ માનવ અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. દરેક માનવી પોતે મુળભુત રીતે જન્મતાની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને જીવનપર્યંત જે અધિકારોને કોઇપણ જાતની અડચણવગર મુક્ત રીતે ભોગવી શકે, તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. જીવન જીજીવિષા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે, તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો આવશ્યક છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ 'આપણા અધિકારો, આપણું ભવિષ્ય - અત્યારે જ' રાખવામાં આવી છે.
માનવ અધિકારનો ઈતિહાસ
સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્યાલનો ઉદભવ અને વિકાસ ૧૩મી સદીમાં ઇંગ્લેન્ડમાં બનાવાયેલા લેખિત દસ્તાવેજ ‘મેગ્નાકાર્ટા'ને ગણી શકાય. આ દસ્તાવેજથી માનવ અધિકારો ઇંગ્લેન્ડની પ્રજાને આપવામાં આવ્યા હતા. ઇ.સ. ૧૯૧૪થી ઇ.સ. ૧૯૧૯, પ્રથમ વિશ્વયુદ્ધ સમયે માનવ અધિકારો માટે વૈશ્વિક કાયદો બનાવવા વિશે ચર્ચાઓ શરૂ થઇ હતી પરંતુ તે ખ્યાલ વિશે સર્વસંમતિથી કાયદો બનાવી શકાયો ન હતો. ત્યારબાદ ઇ.સ. ૧૯૪૫માં વૈશ્વિકસ્તરે માનવીને માનવ તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર' શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
માનવ અધિકાર શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત, કે જે કાયદા દ્વારા સુરક્ષિત રાખવામાં આવેલું હોય. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે સંયુક્ત રાષ્ટ્ર સંઘે સૌ પ્રથમ વખત યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ નામનો દસ્તાવેજ બનાવ્યો હતો. આ ઘોષણાપત્રમાં જણાવ્યું હતું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઇપણ જાત, રંગ (કાળા-ગોરા), વર્ણ, જાતિ (સ્ત્રી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીય કે સામાજીક મૂળ (વતન), મિલકત, જન્મ કે અન્ય કોઇ હોદ્દાના તફાવત વિના તમામ અધિકારો અને સ્વતંત્રતાઓ પ્રાપ્ત થાય છે.
માનવ અધિકાર એટલે શું?
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ મુજબ માનવ અધિકાર એટલે સંવિધાનથી બાંહેધરી આપેલા અથવા આંતરરાષ્ટ્રીય કરારનામામાં સમાવેલા અને ભારતમાં ન્યાયાલયો અમલમાં મૂકી શકે તેવા, વ્યક્તિઓના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવને લગતા અધિકારો.
માનવ અધિકારના ભંગની ફરિયાદ
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ માનવ અધિકાર ભંગના રક્ષણ અર્થે કાર્યરત છે. ભારતીય બંધારણ મુજબ માનવ અધિકારોના ભંગ બદલ રાજ્યસેવક વિરુદ્ધ જ ફરિયાદ કરી શકાય છે, તેની ફરિયાદ વ્યક્તિ-વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ કરી શકાય છે. ઉપરાંત, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરીયાદ કરીને પણ કાર્યવાહી કરી શકાય છે. મહિલાઓ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને માનવ અધિકાર ભંગની ફરિયાદ કરી શકે છે. તેમજ અનુસુચિત જાતિ અને અનુસુચિત આદિજાતિના લોકો રાષ્ટ્રીય અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ આયોગ સમક્ષ ફરિયાદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની વેબસાઈટ www.gshrc.gujarat.gov.in ની ફરિયાદ નિવારણ માટે મુલાકાત લઈ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech