સ્વસ્થ રહેવા માટે માત્ર હેલ્ધી ડાયટ જ નહીં પરંતુ યોગ્ય સમયે ખાવું પણ જરૂરી

  • August 01, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વસ્થ રહેવા માટે, લોકોને  હેલ્ધી ફૂડ ખાવાની આદત હોય છે. પરંતુ લોકો ભૂલી જાય છે કે સારું ખાવાની સાથે સમયસર ખાવું પણ એટલું જ જરૂરી છે. આપણા ભોજનનો સમય આપણને સ્વસ્થ બનાવવામાં મહત્વનો છે. ખોરાકની ગુણવત્તા અને માત્રા બંને ખૂબ મહત્વ ધરાવે છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય આ બંને બાબતો પર ઘણું નિર્ભર કરે છે, પરંતુ ખાવાના યોગ્ય સમય પર તમારું મેટાબોલિઝમ મોટાભાગે નિર્ભર છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. ખોટા સમયે ખોરાક ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.


સવારનો નાસ્તો

સવારનો નાસ્તોએ સૌથી મહત્વપૂર્ણ છે. તે મગજને પોષણ અને ઉર્જા પ્રદાન કરે છે, જેથી શરીર દિવસભરના કામ માટે તૈયાર થઈ શકે. સવારે ઉઠ્યાની 30 મિનિટની અંદર નાસ્તો કરો. સમય પ્રમાણે સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં નાસ્તો કરો ઉપરાંત, હંમેશા પ્રોટીન અને ફળોથી ભરપૂર નાસ્તો કરો .


બપોરનું ભોજન

સવારનો નાસ્તો કર્યાના લગભગ 4 કલાક પછી જ લંચ લો. આનાથી બ્લડ ગ્લુકોઝ સંતુલિત રહે છે અને બિનજરૂરી ભૂખ નિયંત્રિત થાય છે. બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે અને વધુમાં વધુ 3 વાગ્યા સુધી લંચ કરો .શાકભાજી, પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટના મિશ્રણથી બનેલું લંચ ખાઓ, જેથી એનર્જી જળવાઈ રહે.


રાત્રિભોજન

સૂવાના લગભગ 2 કલાક પહેલા રાત્રિભોજન કરો. સૂર્યાસ્ત થતાં જ શરીરનું સર્કેડિયન ચક્ર સક્રિય બને છે, મેલાટોનિનનું સ્તર વધે છે અને સ્વાદુપિંડની ક્રિયા પણ ઘટે છે. આના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ ઘટતું નથી અને મોડુ ડિનર કરવાથી બ્લડ સુગરમાં વધારો થવાની સાથે મેટાબોલિઝમ પર અસર પડે છે અને વજન પણ વધી શકે છે. તેથી 7 વાગ્યા સુધીમાં રાત્રિભોજન કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application