૨૦૨૪માં, એક તરફ વ્યાજના દરો આસમાને છે અને સામાન્ય માણસ લોન લેવાનું અને ઘર ખરીદવાનું ટાળી રહ્યો છે, તો બીજી તરફ ભારતમાં લકઝરી ઘરોની માંગ ઝડપથી વધી છે. . ૧૦૦ કરોડ કે તેથી વધુની કિંમતના આ વૈભવી ઘરો માત્ર રહેવાની જગ્યા જ નહિ પરંતુ અમીરો માટે સ્ટેટસ સિમ્બોલ પણ બની ગયા છે.
લકઝરી ઘર ખરીદવાનો વિચાર નવો નથી. ડી–માર્ટના સ્થાપક અને અબજોપતિ રોકાણકાર રાધાકિશન દામાણીએ ૨૦૨૧માં જ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં ૧,૦૦૧ કરોડ પિયામાં એક બંગલો ખરીધો હતો, જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ૨૦૨૪માં આ ટ્રેન્ડ વધુ મજબૂત બન્યો છે. અબજોપતિઓ અને કરોડપતિઓ અલ્ટ્રા–લકઝરી પ્રોપર્ટીમાં મોટાપાયે રોકાણ કરી રહ્યા છે.
૨૦૨૩–૨૦૨૪ દરમિયાન ભારતમાં ઘણા રેકોર્ડ બ્રેક સોદા થયા. જેપી તાપડિયા પરિવારે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં લોઢા મલબાર પ્રોજેકટમાં ૩૬૯ કરોડ પિયાનું ઘર ખરીધું છે. આ જ પ્રોજેકટમાં નીરજ બજાજે . ૨૫૨.૫ કરોડનું ઘર ખરીધું હતું અને બીકે ગોએન્કાએ ઓબેરોય થ્રી સિકસટી વેસ્ટ, વર્લીમાં . ૨૩૦.૫ કરોડનું ઘર ખરીધું હતું.
મુંબઈની જેમ દિલ્હી–એનસીઆરમાં પણ લકઝરી પ્રોપર્ટીની માંગ વધી રહી છે. ઋષિ પાર્થીએ તાજેતરમાં ગુગ્રામના કેમેલિયસ પ્રોજેકટમાં . ૧૯૦ કરોડમાં અને સ્મૃતિ અગ્રવાલે . ૯૫ કરોડમાં ઘર ખરીધું હતું. ઋષિ પાર્થી એક સોટવેર ટેકનોલોજી કંપનીના સ્થાપક છે, યારે સ્મૃતિ અગ્રવાલ અગ્રણી બિઝનેસ પરિવાર સાથે સંબધં ધરાવે છે. આ સિવાય બેંગલુમાં પણ રેકોર્ડ ડીલ જોવા મળી હતી. ઇયા ઇન્ટરનેશનલ હોલ્ડિંગે . ૬૪.૬ કરોડનું ઘર ખરીધું હતું અને ઇન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ . ૫૦ કરોડનું ઘર ખરીધું હતું.
અહેવાલો અનુસાર, ભારતમાં અલ્ટ્રા–હાઈ–નેટ–વર્થ વ્યકિતઓ (અલ્ટ્રા–એચએનઆઈ)ની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં અલ્ટ્રા–એચએનઆઈની સંખ્યા ૨૦૨૩માં ૧૩,૨૬૩ હતી, જે ૨૦૨૮ સુધીમાં ૧૯,૯૦૮ સુધી પહોંચવાની ધારણા છે. તેમની આવકના મુખ્ય ક્રોત સ્ટોકસ, બિઝનેસ અને પ્રાઈવેટ ઈકિવટી છે.
નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, ૨૦૨૧ થી લકઝરી એપાર્ટમેન્ટના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ભારતમાં . ૧.૩ લાખ કરોડના લકઝરી એપાર્ટમેન્ટસનું વેચાણ થયું હતું, જે ૨૦૨૧ની સરખામણીમાં ૬૪૮ ટકા વધુ છે.
ભારતના સૌથી મોંઘા ઘરોમાં પહેલું નામ મુકેશ અંબાણીના એન્ટિલિયાનું છે જેની કિંમત . ૧૨,૦૦૦ કરોડ છે, જે મુંબઈના અલ્ટ્રા પ્રાઇમ લોકેશનમાં છે. આ પછી ૬,૦૦૦ કરોડ પિયાનું જેકે હાઉસ આવે છે, જે રેમન્ડ ગ્રુપના ગૌતમ સિંઘાનિયાનું છે. અનિલ અંબાણીની ૫,૦૦૦ કરોડનો બંગલો, શાહખ ખાનની ૨૦૦ કરોડની મન્નત અને અમિતાભ બચ્ચનની ૧૨૦ કરોડની જલસા પણ ઘણી લોકપ્રિય છે. મલબાર હિલમાં કેએમ બિરલાના જટીયા હાઉસની કિંમત પણ લગભગ ૩,૦૦૦ કરોડ પિયા હોવાનું કહેવાય છે. આ ઘરો માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ આ સેલિબ્રિટીઓનું ગૌરવ અને ઓળખ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech