ક્રિકેટ બંગલો ખાતે રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજીત જામનગર પ્રીમિયર લીગમાં થન્ડર બોલટ્સ ટીમ ચેમ્પિયન બની

  • November 06, 2023 05:35 PM 

ક્રિકેટ બંગલો ખાતે રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજીત જામનગર પ્રીમિયર લીગમાં થન્ડર બોલટ્સ ટીમ ચેમ્પિયન બની

મેગા ફાઇનલની મેચમાં બાબરીયા વોરિયર્સને હરાવી થન્ડર બોલ્ટસની ટીમ ચેમ્પિયન બની : 6 ટીમો વચ્ચે રમાયેલા ત્રણ ત્રણ લીગ મેચની આ ટુર્નામેન્ટમાં ફાઇનલના અંતે થન્ડર બોલ્ટસ ટીમ વિજેતા બની : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહાનુભાવોના હસ્તે ભવ્ય ઇનામ વિતરણ સમારોહ યોજાયો : ઐતિહાસિક ક્રિકેટ બંગલો ખાતે આયોજિત સૌપ્રથમ વાઈટ બોલ સીઝન ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી


આજકાલ કાર્યાલય, જામનગર


જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આજકાલ મિડિયા પાર્ટનરના સંગાથે રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત જામનગર પ્રીમિયર લીગ 2023 સીઝન-1 ડે-નાઈટ વાઈટ બોલ સીઝન ટુર્નામેન્ટની ગઈકાલે ફાઈનલ મેચ સાથે પુર્ણાહુતી થઈ છે. બાબરીયા વોરિયર્સ અને થન્ડર બોલ્ટ વચ્ચે યોજાયેલ ફાઇનલ મેચમાં રસાકસી ભર્યા ક્રિકેટના જંગમાં થન્ડર બોલ્ટસ ટીમનો જળહળતો વિજય થતા ટુર્નામેન્ટના અંતે થન્ડર બોલ્ટસની ટીમ ચેમ્પિયન બની છે.

ફાઇનલ મેચમાં ટોસ જીતીને બાબરીયા વોરિયરસે બેટિંગ પસંદ કરી હતી. થન્ડર બોલ્ટસની ઘાતક બોલીંગ અને ફિલ્ડિંગ સામે બાબરીયા વોરિયરની ટીમ માત્ર 115 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જ્યારે થન્ડર બોલ્ટ ટીમે આ સ્કોર ખૂબ ઝડપથી ચેઝ કરી અને જામનગર પ્રીમિયર લીગ સીઝન-1 ની ટુર્નામેન્ટની ચેમ્પિયન બની હતી. થન્ડર બોલ્ટસની ટીમના કેપ્ટન શકીલ નોયડાને ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

જ્યારે ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ભવ્ય ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ભાજપ નગરસેવક પાર્થભાઈ કોટડીયા અને જીતુભાઈ શિંગાળા, આહિર યુવા ગ્રુપના પ્રમુખ અને જાણીતા બિલ્ડર અને ડેવલોપર્સ મહેશભાઈ નંદાણીયા તથા કેબીસી ગ્રુપના કાનાભાઈ નકુમ, ક્રેડિટબુલ્સના યશભાઈ સોલાણી, તેમજ જાણીતા ધારાશાસ્ત્રી અશોકભાઈ જોશી તથા બ્રહ્મ સમાજના અગ્રણી અને કાફે 99 ના માલિક દેવેનભાઈ જોશી, જાણીતા બિલ્ડર વિરાણીભાઈ, લોકમેળાના સંચાલક સબીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે, બાબાભાઈ અને મુસ્તાકભાઈ ઢીંચડાવાળા તથા ફેમસ બેગ વાળા આરીફભાઇ અને સબીરભાઈ મેતર તેમજ SBI વાળા યુસુફભાઈ હમીરકા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભવોના હસ્તે ટુર્નામેન્ટ દરમિયાન સેવા આપનાર કોમેન્ટરો, અમ્પાયર રાઇઝિંગ સ્પોર્ટ્સ ક્લબના સભ્યો અને ગ્રાઉન્ડ મેનેજમેન્ટ કમિટી તથા વિજેતા થયેલા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા.

રાઈઝીંગ સ્પોર્ટ ક્લબ દ્વારા આયોજિત જામનગર પ્રીમિયર લીગ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર સીરીઝ દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓમાં બેસ્ટ બોલર તરીકે થન્ડર બોલટ્સ ટીમના પ્લેયર તુસાર વલેરા જ્યારે બેસ્ટ બેટ્સમેન પ્લેયર તરીકે ડાર્ક નાઈટ રાઈડર્સ ટીમના ઈશ્વર ધૃવ અને મેન ઓફ ધ સિરીઝ પ્લેયર તરીકે થન્ડર બોલટ્સ ટીમના તુષાર વલેરાને ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જ્યારે ટુર્નામેન્ટના અંતે મેગા ફાઈનલ બાદ રનર્સ અપ થયેલી ટીમ તરીકે બાબરીયા વોરિયર જાહેર કરવામાં આવી હતી જેને ટ્રોફી અને રૂપિયા 25 હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું. જ્યારે જામનગર પ્રીમિયર લીગની ચેમ્પિયન ટીમ તરીકે થન્ડર બોલટ્સની ટીમ જાહેર કરવામાં આવી હતી જેને રૂપિયા 51 હજાર રોકડા અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી. 

જ્યારે કાર્યક્રમના અંતે જામનગરના ઐતિહાસિક ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ ખાતે જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજવામાં આવેલ આ વાઈટ સીઝન બોલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે મહાનુભાવોએ પણ સમગ્ર રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબની ટીમને શુભેચ્છા પાઠવી હતી અને આવતા વર્ષે પણ આનાથી હજુ ભવ્ય આયોજન કરવામાં આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટના મુખ્ય મીડિયા પાર્ટનર આજકાલ અને સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે આઈ લવ જામનગર જોડાયા હતા. જ્યારે જામનગરના અનેક નામાંકિત સંસ્થાઓ,  ઉદ્યોગપતિઓ અને મહાનુભાવોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.
​​​​​​​

જામનગર પ્રીમિયર લીગ 2023 સીઝન-1 ને સફળ બનાવવા માટે RSC ક્લબના ફાઉન્ડર મુદ્દસીર ઘોણીયા અને કો-ફાઉન્ડર પત્રકાર મુસ્તાકભાઈ દલ તથા ઓર્ગેનાઇઝર કમિટીના દીપરાજસિંહ ચુડાસમા તેમજ દર્શન પીઠડીયા અને સમીર દલ તથા કમિટી મેમ્બર જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર અને પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર કે.સી.મહેતા તેમજ વિજયભાઈ બાબરીયા તથા કેતનભાઇ નાખવા, અલ્તાફભાઈ ખફી, ભગીરથસિંહ સરવૈયા, લાલુભા જાડેજા સહિતના સભ્યોએ માર્ગદર્શન આપવા સાથે જહેમત ઉઠાવી હતી. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને તમામ સભ્યો તેમજ PGVCL ના અધિકારી અજયભાઈ પરમાર અને સ્ટાફ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારી રમા મદરા અને તમામ સ્ટાફ દ્વારા પણ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખુબ સહકાર આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application