મંગેળા ગામેથી સોલાર પ્લેટ્સની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

  • December 30, 2023 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના દાઠા ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોલાર પ્લેટ્સની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. દાઠા ગામે તપાસ કરાતા મંગેળા ગામે થયેલી સોલાર પેનલની પ્લેટ્સની ચોરીની ઘટના બની હતી. જે ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ શખ્સોને રૂ.૪,૬૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, સુચના આધારે ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન શરદ ખેર તથા તેના મિત્રો મનદિપસિંહ સરવૈયા, શુભરાજ ખેરએ મળીને શરદ ખેરના વાડી વિસ્તાર, દાઠા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ રહેણાંક મકાનની બાજુમાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે. જે સોલાર પ્લેટ તેઓ કયાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં શરદ ખેર, મનદીપસિંહ સરવૈયા અને શુભરાજ ખેર હાજર મળી આવ્યા હતા. તમામ શખ્સોના કબજામાંથી સોલાર પ્લેટ્સ સાથે હાજર મળી આવ્યા હતા. જે સોલાર પ્લેટ્સ રાખવા અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન મળતા આ તમામ સોલાર પ્લેટ્સ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરી હતી. આ ત્રણેયની પુછપરછ કરતાં તેઓ ત્રણેય શખ્સોએ સાથે મળીને આશરે એકાદ મહિના પહેલાં મંગેળા ગામે આવેલ ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રીના સમયે ચોરી કરીને શરદ ખેરની મહિન્દ્દા કાર નંબર-GJ-04-AW 7971 માં ભરીને શરદના રહેણાંક મકાન પાસે રાખી દીધા હતા. અને બે સોલાર મનદિપસિંહ સરવૈયાએ બોરડા ગામે આવેલ સાંઇ કૃપાવાળા અલ્પેશભાઇને વેચાણ કરી હોવાની કબુલાત કરી હતી. જે અંગે પોલીસે ૭.૫×૩.૫ ફૂટની પ્લોટ નંગ ૨૯ જેની કિંમત રૂપિયા ૪,૬૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. અને જિલ્લાના દાઠા ગામથી ઝડપી તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા.

                                                                       



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application