જામનગર-ખાવડીમાં ત્રણ પિધેલા પકડાયા

  • August 18, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પંચેશ્ર્વરટાવર, લોહાણા વાડીની સામે રહેતા એકાઉન્ટન્ટ આનંદ હરીશ દવેને કેફી પીણું પીધેલી હાલતમાં એકસેસ નં. જીજે૧૦બીપી-૮૨૦૫ સર્પાકાર રીતે ચલાવીને સાતનાલા રોડ પરથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.
ઉપરાંત ભીમવાસ-૩માં રહેતા રીક્ષા ડ્રાઇવર અકબર માસુમ જેડાને પીધેલી હાલતમાં ઓટો રીક્ષા નં. જીજે૬વાય-૪૯૭૬ લઇને દરબારગઢ સર્કલ પાસેથી નીકળતા પકડી લીધો હતો, તેમજ મોટી ખાવડીમાં રહેતા સંજયસિંહ અજીતસિંહ ચુડાસમાને કેફી પીણું પીધેલી હાલતમાં બાઇક નં. જીજે૧૦સીસી-૮૮૭૬ લઇને નીકળતા ખાવડી સીમમાંથી દબોચી લીધો હતો.
અન્ય બનાવમાં શંકરટેકરી શાસ્ત્રીનગરમાં રહેતા ચાની હોટલવાળા હર્ષદીપસિંહ અનોપસિંહ ચૌહાણને ધારવારી છરી સાથે ખંભાળીયા ગેઇટ પાસેથી અને દવાબજાર કોલોનીમાં રહેતા કૌશીક જમન ગોહીલને છરી સાથે ગણપતનગર રોડ પરથી પકડી લેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application