કોર્ટ કેસની દાજ રાખી બિલ્ડરને ત્રણ શખ્સોએ આપી ધમકી

  • December 15, 2023 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર ડોન ચોક ખાતે રહેતા બિલ્ડર યુવાનને અગાઉ થયેલી કોર્ટ મેટરમાં અવાર નવાર સમાધાન કરવાનું કહી અને ધમકી આપતા આપી. ઘોઘા રોડ પોલીસ મથક ખાતે ત્રણ ઇસમો સામે ફરિયાદીએ અપહરણની તથા મારામારીની ફરીયાદ કરી હતી. જે કેસ હાલ કોર્ટમા બોર્ડ ઉપર આવેલ હોય જેની દાઝ રાખી તેમજ સમાધાન કરી નાખવા માટે અવારનવાર ધમકી આપી છરી દેખાડી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.




આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી મળતી માહીતી અનુસાર ઘોઘા રોડ પોલીસ મથક ખાતે હિતેષભાઈ પન્નાલાલ ઘોઘારી-ભાવસાર (ઉવ-૪૧, રહે. અર્થ ફ્લેટ બ્લોક નંબર-૩૦૨ એચ.ડી.એફ.સી. બેંક પાસે ડોનચોક)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રીના આઠથી સાડા આઠ વાગ્યાની આસપાસ ફરિયાદી અને તેની ઓફીસે નોકરી કરતા મુકેશભાઈ ભટ્ટી બંન્ને મારી પોતાની વોકસ વેગન ગાડી નંબર જી.જે.૦૪-ડીએ- ૯૮૫૮ લઇને સરદારનગર ખાતે આવેલ ડોગ ફૂડની દુકાને ડોગ માટે ડોગ ફૂડ લેવા ગયા હતા. અને ત્યાથી તેઓ અને મુકેશભાઈ ફોરવ્હીલ લઈને ઘરે ડોનચોક ખાતે જવા નિકળેલ હતા. ત્યારે સરદારનગરથી ધર્મેન્દ્ર ઉર્ફે ભોલો વાઘેલા તથા તેની સાથે અન્ય બ્રીજરાજ ડોડીયા બન્ને જણા ફોરવ્હીલ પાછળ આવી અને મોટર સાયકલ ફરિયાદીની ગાડી આગળ કરીને ફરી પાછળ રહી ફરી વાર આગળ પાછળ કરી રૂપાણી સર્કલ થી ઘોઘાસર્કલ તથા ઘર સુધી તેમજ મેઘાણી સર્કલ સુધી પાછળ આવીને જ્યા ગાડી પાર્ક કરેલ ત્યા આવીને આ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ભોલો વાઘેલાએ છરી દેખાડીને ગળુ કાપી નાખવાનો ઇશારો કરેલ અને તેની સાથે રહેલ બ્રીજરાજભાઈ ડોડીયાએ ભુંડાબોલી ગાળો આપેલ અને તેઓ ત્યાથી જતા રહેલ હતા. તેમજ અગાઉ પણ તારીખ.૦૫/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રીના પોણા આઠ થી સવા આઠ વાગ્યાની આસપાસ તથા તારીખ.૦૭/૧૨/૨૦૨૩ ના રાત્રીના સાત વાગ્યાની આસપાસ તથા તારીખ. ૧૦/૧૨/૨૦૨૩ ના બપોરના બે થી અઢી વાગ્યાની આસપાસ પણ અવાર નવાર સરદારનગર થી સંસ્કાર મંડળ રોડ તેમજ રૂપાણી સર્કલ, ઘોઘાસર્કલ તથા ઘર સુધી તેમજ મેઘાણી સર્કલ સુધી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ભોલો વાઘેલા તથા બ્રીજરાજભાઈ ડોડીયા તથા કેતનભાઈ સોલંકી ત્રણેય તેની મોટર સાયકલ લઈને ફરિયાદીની વોકસ વેગન ગાડી નંબર જી.જે.૦૪-ડીએ- ૯૮૫૮ ની પાછળ પાછળ આવીને ફોરવ્હીલ આગળ મોટર સાયકલ કરીને ઉભુ રાખીને આ ધર્મેન્દ્રભાઈ ઉર્ફ ભોલોએ મારી નાખવાની ધમકી આપી ગાળો આપેલ હતી. ઉક્ત બનાવ અંગે ઇસમોએ ધમકી આપતાં શરીરને હાની પહોચાડશે અને જાનને ખતરો લાગતા ત્રણેય શખ્સો સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની તથા મારામારીની ફરીયાદ કરેલ હતી. જે કેસ હાલ કોર્ટમા બોર્ડ ઉપર આવેલ હોય જેની દાઝ રાખી તેમજ સમાધાન કરી નાખવા માટે અવાર નવાર વાત કરેલ તેમજ ફરિયાદી જ્યારે ઓફીસથી તેમજ ઘર બહાર કામ માટે જાવ ત્યારે મોટર સાયકલ લઈને આગળ પાછળ આવી તેમજ ઘર પાસે આવીને છરી દેખાડી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદનાં આધારે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application