બોગસ લેટર કૌભાંડના વધુ ત્રણ આરોપીઓ આઠ મહિને ઝડપાયા

  • April 30, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ક્રાઇમ બ્રાંચે પદર્ફિાશ કરેલા બોગસ કોલ લેટરના આધારે પોલીસમાં ભરતી થવાના કૌભાંડમાં આઠ માસથી નાસતા ફરતા ચોટીલા પંથકના ત્રણ આરોપીઓને અંતે ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ 2023માં બોગસ કોલ લેટર આધારે પોલીસ ભરતીનું કૌભાંડ આચરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અન્ય વ્યક્તિનો નકલી નિમણૂકપત્ર લઈને ટ્રેનિંગમાં આવેલ શખસ સહિત 21થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ જ કૌભાંડમાં નકલી લેટર બનાવનાર ચોટીલાના ત્રણ શખસો છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા હતા.

નાસતા ફરતા આ આરોપીઓને ઝડપી લેવા ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સચના અને પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી દરમિયાન આ ગુનામાં છેલ્લા આઠ માસથી વોન્ટેડ ત્રણ આરોપી ચિરાગ રમેશ ઓળકીયા (ઉ.વ.23, રહે. ત્રંબોડા, તા. ચોટીલા), અક્ષય વાઘા રાઠોડ (ઉ.વ.22) અને વિક્રમ હરજી રાઠોડ (ઉ.વ.29, રહે. બંને રહે. કુંઢડા, તા. ચોટીલા)ને ગઈકાલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની જુદી જુદી ટીમોએ દબોચી લીધા હતા.આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચ પીએસઆઇ એ.એન. પરમાર, એએસઆઈ ભરતભાઈ વનાળી, બલભદ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, જયદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ હિરેનભાઈ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, મોહિલરાજસિંહ ચુડાસમા, મોહિલરાજસિંહ ગોહિલ, ગોપાલભાઈ પાટીલ વગેરે સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News