થોરાળા, યુનિવર્સિટી અને તાલુકા પોલીસની કાર્યવાહી: ત્રણેય દરોડામાં રોકડ ૯૦ હજારની મત્તા કબજે કરાઈઆજકાલ પ્રતિનિધિ–રાજકોટ
શહેરમાં જુદા જુદા સ્થળોએ જુગારના ત્રણ દરોડામાં ૧૪ મહિલા સહીત ૨૪ વ્યકિતઓને પોલીસે પકડી પાડી રોકડ ૯૦, ૧૩૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
થોરાળા પોલીસે જાહેરમાં જુગાર મરતા સાત શખ્સોને ૧૪,૩૩૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા જયારે યુનિવર્સીટી પોલીસે રૈયા રોડ પર સીટી સેરેનીટીના લેટમાં મહિલા સંચાલિત જુગાર ઝડપી સંચાલિકા સહીત છ મહિલાને ઝડપી લઇ ૬૦,૦૦૦ની રોકડ કબ્જે કરી હતી. જયારે તાલુકા પોલીસે કોઠરીયા સોલ્વન્ટના રસુલપરામાંથી મહિલા સહીત ૧૧ વ્યકિતઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડી રોકડ ૧૫,૮૦૦ની મત્તા કબ્જે કરી હતી
થોરાળા વિસ્તારમાં જુગાર રમતા સાત શખસો ઝડપાયા
થોરાળા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નજીક રિધ્ધી સિધ્ધિ સોસાયટી શેરી નં–૮ના ખૂણે જાહેરમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી સંદીપ જીતેન્દ્રભાઈ પંડા (રહે–આકાશદીપ સોસાયટી, દૂધસાગર રોડ), વિનોદ બીજલભાઈ સાબલીયા (રહે–ગંજીવાડા શેરી નં–૩૩), મહેન્દ્ર છગનભાઇ પટેલ (રહે–પાટીદાર રેસીડેન્સી, સાધુવાસવાણી રોડ), હરેશ ધીભાઈ પરાલીયા (રહે–રામેશ્વર પાર્ક), સલીમ અબ્દુલભાઇ કારિયાણીયા (રહે–રામનગર શેરી નં–૩), હિતેશ ઉર્ફે લાલો પ્રભાતભાઈ લાવડીયા (રહે–સુંદરમ પાર્ક), રફીક બાવામિયાં કાદરી (રહે–રિધ્ધિ સિધ્ધિ સોસાયટી), કિરીટ યશવંતભાઈ નાંઢા (રહે–આકાશદીપ સોસાયટી)ને ઝડપી લઇ રોકડ ૧૪,૩૩૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
કોઠારીયામાં જુગારધામમાંથી આઠ મહિલા સહિત ૧૧ ઝબ્બે
કોઠારીયા સોલ્વન્ટના રસુલપરા શેરી નં–૨૯, અહેમદે અહેમદે મસ્જિદની પાછળ કેટલાક મહિલા સહિતના વ્યકિતઓ જાહેરમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી શહેનાઝબેન ઈલિયાસભાઈ ડોઢિયા, અમીનાબેન ઓસમાણભાઈ સમા, મુમતાઝબેન સલીમભાઇ હોથી, હકુબેન હકીમભાઇ બુકેરા, (રહે ચારેય, રસૂલપરા), સબાનાબેન હમીદભાઈ કઈડા, રિઝવાનાબેન રિઝવાનભાઈ નકાણી, (બંને રહે–ખોડિયારનગર, પુનિત પાણીના ટાંકા પાસે), બિનાબેન ઈમ્તિયાઝભાઈ સમા (રહે–બાબરીયા કોલોની), અસાનાબેન રફીકભાઇ નકાણી (રહે–નિકાવા ગામ), ઈમ્તિયાઝ ઇબ્રાહીમભાઇ સપા (રહે–બાબરીયા કોલોની), આસિફ મહોંમદભાઈ સૈયદ (રહે–રસુલપરા), રાજન જુમાભાઈ દલ ૯રહે–રસુલપરા)ને ઝડપી લઇ તમામ પાસેની અને પટ્ટમાં રહેલી રોકડ મત્તા ૧૮,૮૦૦ની કબજે કરી ગુનો નોંધ્યો હતો.
સિટી સેરેનિટીમાં મહિલા સંચાલિત જુગાર પકડાયો
રૈયા રોડ ઉપર આવેલા સીટી સેરેનીટી એપાર્ટમેન્ટના સી–વીંગ લેટ નં–૩૦૨માં રહેતા મહિલા બહારથી માણસો બોલાવી જુગાર રમવા માટેની વ્યવસ્થા પુરી પાડી જુગાર રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમી યુનિવર્સીટી પોલીસને મળતા બાતમીના આધારે પોલીસે લેટમાં દરોડો પાડી જુગાર સંચાલિકા હેતલબેન રાજેન્દ્રભાઇ ડાભી, નીતાબેન પંકજભાઈ જોટંગીયા (રહે–જનકપુરી, સાધુવાસવાણી રોડ), અક્ષતાબેન મુકેશભાઈ પટેલ (રહે–પ્રિયદર્શન સોસાયટી, મવડી), ભારતીબેન સંજયભાઈ રાઠોડ (રહે–શ્રીનાથજી સોસાયટી, મવડી), મંજુબેન ભાનુભાઇ ગુજરાતી (રહે–શ્રીનાથજી સોસાયટી, મવડી), અલ્કાબેન દિલીપભાઈ સોમૈયા (રહે–ગાંધીગ્રામ શેરી નં–૪૨નો ખૂણો) તમામને ઝડપી લઇ રોકડ ૬૦,૦૦૦ની મતા કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech