ઉપલેટા એસ.ટી.મેનેજર સહિત ત્રણ કર્મચારી સસ્પેન્ડ પ્રકરણમાં તપાસ પૂર્ણ: ૭ દિવસમાં રિપોર્ટ આપશે

  • February 22, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા એસ.ટી.ડેપોનાં પ્રમાણિક અને નિષ્ઠ ાવાન ડેપો મેનેજર સહિત ત્રણને જૂનાગઢ ડિવિઝને સસ્પેન્ડ કરી દેવા મામલામાં ખુદ એસટી કર્મચારી મંડળનું એક યુનિયન કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એસ.ટી.ડેપો મેનેજર ઠુમર સહિત પ્રમાણિકતાથી કામ કરતા હોય તે યુનિયના અમુક કર્મચારીઓને નહીં ગમતા પોતાની મનમાની નહીં ચાલતા આખરે એસ.ટી.ડેપો મેનેજર ઠુંમર ઉપર ખેલ પાડી દીધાનું બહાર આવે તો નવાઈ નહીં તેવો ગણગણાટ ચાલી રહ્યો છે.

એસ.ટી.ડેપોના મેનેજર રાજેશભાઈ ઠુમર મેકેનિક ધર્મેશ ગોંડલિયા અને હેલ્પર જેન્તીભાઈ મહેમદાવાદિયાને જૂનાગઢ ડિવિઝન દ્વારા સસ્પેન્ડ કરી દીધા બાદ તેના ઉપર તપાસ માટે ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ છેલ્લ ા બે દિવસ થયા ભોગ બનનાર કર્મચારીઓ અને તબિબ બાબતો અને લોકોના નિવિદન લઈ ગઈકાલ અમદાવાદ જવા પરત થયેલ હતી અને ટીમ તેમની તપાસનો રિપોર્ટ સાત દિવસમાં ઉપલા અધિકારીઓને સુપરત કરશે.
​​​​​​​
તપાસનીસ ટીમમાં સર્કલ ઓફિસર, નરોડા, વડોદરા ને ગોધરાના અધિકારીઓ તપાસ માટે બે દિવસથી ધામા નાખી સમગ્ર ઘટના બનવા પાછળ શઉં કારણ છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે હાલ ઉપલેટા ડેપોમાં ૪૦ જેટલી ગાડીઓ છે તેમાં મેકેનિકલ અને હેલ્પની કામગીરીની તપાસણીકરતા છ જેટલી બસોની બારીકાઈથી તપાસ કરતા કરે છે.



નબળી કામગીરી જોવા મળેલ નહીંની પ્રથમ વખત બનેલી ઘટનામાં નટબોલ્ટ ફાટી જવાની ઘટનામાં નટ વધુ ટાઈટ થવાથી આ નટ તુટી જવાની ઘટના ઘણી વખત બનતી હોય છે જયારે ીજી બસમાં જોટો નીકળી જવાની ઘટનામાં ખુદ જૂનાગઢ જિલ્લ ા વિભાગીય વિભાગ જવાબદાર ઠરે તો નવાઈ નહીં કારણ કે ઉપલેટા ડેપોને બસની ફાળવણી થઈ તે બસ પાસીંગ કરી મળી હતી તેમાં મેકેનિક દ્વારા તપાસ કરતા બેરિંગ જુનું હોવાનું માલુમ પડેલ ખરેખર પાસીંગ વખતે એ બેરિંગ બદલી નાખવામાં આવ્યું હોત તો આવી ઘટના બની ન હોત જયારે ત્રીજી ઘટનામાં હાલ એસ.ટી. વિભાગ દ્વારા સમગ્ર રાજ્યનો કોન્ટ્રાકટ પ્રાઈવેટ કંપનીને આપી દીધો છે. તેમાં એસટી બસ ૪૦ હજાર કિલોમીટર ચાલે એટલે તેનું ડોકિંગ કરવું ફરજિયાત હોય છે પણ કોન્ટ્રાકટની લાપરવાહીને કારણે ૪૦ હજાર કિલો મીટરને બદલે ્રએક લાખ કિલો મીટર કરાતા આ એસટી બસનું ટાયર નીકળી જવા પાછળ ડોકિંગ કરતી વખતે મેકેનિકલ દ્વારા ઈરાદાપૂર્વક ખામી રાખી દેવાનું કારણ બહાર આવ્યું છે આમ સમગ્ર ઘટના પાછળ ગુજરાત સરકારનું સલામત સવારીનું સૂત્ર ખુદ અમુક યુનિયનનાં આગેવાનોના કારણે સમગ્ર ષડયંત્ર રચી જનતાની નજરમાં એસટીની સલામત સવારીનું સુત્રનું ધોવાણ કરી નાખ્યું છે. જો આ ત્રણ કર્મચારી સસ્પેન્ડ પાછળ સીટની રચના કરી તપાસ કરવામાં આવે તો વાડ ચીભડા ગળે તે કહેવત ખુદ એસટીના અમુક કર્મચારીઓની મેલી મુરાદ બહાર આવે અને બે યુનિયનોની લડાઈમાં પ્રજાના જાન જોખમમાં મુકી દેવામાં આવે છે તે બાબતની એસટી વિભાગ માટે લાલ આંખ સમાન છે, છેલ્લ ી બસમાં ટાયર નીકળી જવાની ઘટના ષડયંત્ર હોય તો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ ગણાત તેવા સવાલ પ્રજામાં પૂછાઈ રહ્યા છે.


કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે

ઉપલેટા એસટી ડેમોમાં અમુક પેધી ગયેલા કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી તેવા કર્મચારીઓની જિલ્લ ા બહાર બદલી કરી તેને સતાના નશાનું ભાન કરાવવું જોઈએ. સસ્પેન્ડ ડેમો મેનેજર ધારેતો કંઈકનાં તપેલા ચડાવી દે તેમ છે. સસ્પેન્ડ થયેલા ડેપો મેનેજર રાજેશ ઠુમર પોતાની ફરજ દરમિયાન પ્રમાણિક અને નિષ્ઠ ાપૂર્વક કામ કરેલ છે આ દરમિયાન અનેક કર્મચારીઓની પોલ ખુલ્લ ી ગયેલ છે તે પુરાવા બહાર પાડે તો હાલ એસટીના અનેક કર્મચારીઓના તપેલા ચડી જાય તો પણ નવાઈ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application