તળાજાના વેપારીની હત્યા કરી લાશ બાબરા નજીક સળગાવનાર સગીર સહિત ત્રણ ઝડપાયા

  • September 23, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબરા તાલુકાના ધરાઈ નજીક ગઈ મધરાત્રે ત્રણ વાગે હીરાની દલાલી કરતા ત્રણ શખ્સોએ ભાવનગરના એક હીરાના વેપારીની લાશને સળગાવી દેવા નિકાલ કરવાનો પ્રયાસ કરતા પોલીસે અંગે હાથે ઝડપી લીધા હતા તળાજા નજીક હત્યા કર્યા બાદ તેઓ અહીં લાશનો નિકાલ કરવા આવ્યા હતા પરંતુ ગામના યુવાનોએ રાત્રે પોલીસને શંકાસ્પદ કાર અંગે જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી
ભાવનગરના તળાજા પંથકના હીરાના એક વેપારીને ગઈ સાંજે ફિલ્મી ઢબે હત્યા થઈ હતી ભાવનગરના આદાનગરમાં સર્વેાદય સોસાયટીમાં રહેતા ધીભાઈ રાઠોડની નારી સરકારી દવાખાના પાસે રહેતા કિસાન ઉર્ફે કાનો ઘનશ્યામ ચુડાસમા બોર તળાવ પાસે રહેતો રાહત્પલ રમેશ પરમાર તથા એક સગીર આરોપીએ હત્યા કરી નાખી હતી આ ત્રણેય શખસેા પણ હીરાની લે વેચનું કામ કરે છે અને એવું કહેવાય છે કે મૃતક વેપારી પાસેથી તેમને દસ લાખથી વધુની રકમ લેવાની હતી સાડા ત્રણ વાગ્યે ત્રણેય શખસો સાથે એક કારમાં બેસી મૃતક જ ધીભાઈ દિનેશભાઈ નામના વેપારી પાસેથી ૧૮ કેરેટ હીરા લઈ તળાજા ખાતે વેચવા માટે ગયા હતા. તળાજામાં હીરાનો આ સોદો પાર પડે તે પહેલા ત્રણેય શખ્સોએ કારમાં જ તેમને ટુવાલ વડે ગળાફાંસો આપી હત્યા કરી નાખી હતી અને તેમની પાસે રહેલા ૫,૨૦ લાખના હીરા તથા ૭૦ હજારની રોકડ રકમ લઈ લીધી હતી.
બાદમાં લાશનો અન્ય જિલ્લ ામાં નિકાલ કરવા ના ઉદ્દેશથી સોનગઢ દશા થઈ ચાવડં આવ્યા હતા. ધાર પાસે લાભ સળગાવવાનો પ્રયત્ન કર્યેા હતો. જોકે વાહનની સતત અવરજવર હોય લાશ ફરી કારમાં નાખી બાબરા થઈ ધરાયની સીમમાં પહોંચ્યા હતા અને દેવળીયા રોડે જગ્યાએ લાશ ઉતારી તેના પર ડીઝલ સાથે સળગાવી દીધી હતી જોકે ગામમાં સતત ચોરીના બનાવ બનતા હોય ધરાયમાં યુવાનોનું ગ્રુપ રાત્રે આંટા મારતું હતું. તેમણે આ અજાણીકાર અંગે પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ત્રણેય શખ્સો નાસી જાય તે પહેલા ઝડપી લીધા હતા કાર હીરા અને રોકડ રકમ પણ કબજો લેવા આવી હતી
લાશને પીએમ માટે ભાવનગર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવી હતી અને બનાવ ભાવનગર જિલ્લ ાનો હોય બાબરા પોલીસે ત્રણેય હત્યારા અને મુદ્દા માલ ત્યાંથી પોલીસને સોંપ્યા હતા. અત્રે ત્રણે જણાના પોતાના શર્ટ કાઢી ડીઝલ છાંટી લાશ ઉપર નાખ્યા હતા અને લાશ સળગાવી હતી રાજકોટ ભાવનગર હાઈવે ઉપર લાશ નો નિકાલ અશકય જણાતા તેઓ બાબરા થી ધરાઈ દેવળીયા રોડે પહોંચ્યા હોવાનું ખુલ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application