રાધિકા મર્ચન્ટએ આપ્યો આર્ટ લવર હોવાનો પુરાવો

  • September 23, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં જ અંબાની પરિવારની નાની વહુ બનેલી રાધિકા મર્ચન્ટ એક કલાકાર જીવ છે અને તેને પોતાના આ આર્ટને નિખારવા મહેનત શરુ કરી દીધી છે. તાજેતરમાં તે કઈંક અલગ જ અંદાઝમાં દેખાઈ હતી.અને સ્પેશ્યલ ચીજનું શોપિંગ કર્યું હતું ત્યારે આસપાસના લોકોનું દિલ ચોરી લીધું હતું.
સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટનો બદલેલો અંદાજ અને તેને શોપિંગ કરતી જોઈને લોકો કહી રહ્યા છે કે તે એક આર્ટ લવર છે.
અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની જોડી લોકોની ફેવરેટ બની ગઈ છે. હાલમાં જ રાધિકા મર્ચન્ટ એક આર્ટ એક્ઝિબિશનમાં પહોંચી હતી. તેનો અંદાજ હંમેશાની જેમ બિલકુલ અલગ દેખાઈ રહ્યો હતો. આ વખતે રાધિકા સિમ્પલની સાથે જ ફેશનેબલ લુકમાં જોવા મળી. રાધિકાનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે.
સામે આવેલા આ વીડિયોમાં રાધિકાવ્હાઈટ કોર્ડ-સેટ માં સજ્જ દેખાઈ રહી છે અને રાધિકાએ નો મેકઅપ લુક કેરી કર્યો છે. ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે. ઓલ ઓફ વ્હાઈટ લુક અને ક્રોપ ટોપમાં તે ખૂબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. તેણે એક પેઈન્ટિંગ પણ ખરીદી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application