વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ભારતીય બોક્સરોએ જીત્યા બ્રોન્ઝ મેડલ..જાણો વિગતવાર

  • May 12, 2023 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. જેમાં ભારત માટે ગર્વની ક્ષણ છે. કે જેમાં ભારતના ત્રણ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય બોક્સરોએ ત્રણ મેડલ નિશ્ચિત કર્યા છે. હરિયાણાના દીપક ભુરિયા (51), આર્મીના મોહમ્મદ હુસામુદ્દીન (57) અને હરિયાણાના નિશાંત દેવ (71)એ સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો. 


પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણેય ભારતીય બોક્સરોએ તાશ્કંદમાં IBA મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મહત્વનું છે કે મોહમ્મદ હુસામુદ્દીન ઘૂંટણની ઈજાના કારણે ૫૭ કિલોગ્રામ વર્ગના સેમિફાઈનલમાં ક્યૂબાના સાઈદેલ હોર્તા સામે ઉતર્યો ન હતો. જ્યારે દીપક ભુરિયા સેમિફાઇનલમાં ફ્રાન્સના બિલાલ પેનામા સામે 3-4થી હારી ગયો હતો. તેમજ નિશાંત દેવને સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના અસ્લાનબેક સામે પરાજય મળ્યો હતો. 


વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના મેડલ વિજેતાઓ

2009 - વિજેન્દર સિંહ (બ્રોન્ઝ)

2011-વિકાસ કૃષ્ણ (બ્રોન્ઝ)

2015 - શિવ થાપા (બ્રોન્ઝ)

2017 - ગૌરવ બિધુરી (બ્રોન્ઝ)

2019-મનીષ કૌશિક (બ્રોન્ઝ)

2019-અમિત પંખાલ (સિલ્વર)

2021-આકાશ કુમાર (બ્રોન્ઝ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application