ગોવાળની મસ્જીદ પાસે પરિવારને મારી નાખવાની ધમકી

  • May 13, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાણી ફલેટના પાર્કિંગમાં પડવા બાબતે બબાલ

જામનગરના ગોવાળની મસ્જીદ સામે આવેલ નમન રેસીડેન્સીના પાર્કિંગમાં એક પરિવારને મારી નાખવાની ધમકી આપ્યાની ભંગાર બજાર પાસે રહેતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ભંગાર બજારની સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં. ડી-૨માં રહેતા ગ્રીષ્માબેન ધર્મેશભાઇ વડનગરા (ઉ.વ.૪૫)એ ગઇકાલે સીટી-એમાં ભંગાર બજાર પાસે રહેતા અમીન ખફી નામના શખ્સ સામે આઇપીસી ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપીના ઘરના એસીનું પાણી ફરીયાદીના ફલેટના પાર્કિંગ એરીયામાં પડતું હોય જે બાબતે ફરીયાદીના પતિ તથા આરોપી વચ્ચે બોલાચાલી થઇ હતી, દરમ્યાન તા. ૧૧ રાત્રીના આરોપી અમીને ફરીયાદીના પતિ તેમજ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application