આ વર્ષે શ્રાદ્ધમાં તિથિનો ક્ષય ૧૮મીથી શ્રાદ્ધનો પ્રારંભ

  • September 11, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે શ્રાદ્ધ પક્ષ ની શઆત તારીખ ૧૮ સપ્ટેમ્બર થી શ થશે,આ વર્ષે પૂનમના દિવસે એકમ તિથી નો ક્ષય છે આથી પૂનમના દિવસે એકમ તિથિનું શ્રાદ્ધ છે. લોકો રિવાજ પ્રમાણે પૂનમ તિથિનો શ્રાદ્ધ પૂનમના દિવસે કરતા હોય છે પરંતુ આ વર્ષે ૧૮ સપ્ટેમ્બર બુધવારે સવાર ૮.૦૪ કલાક સુધી જ પૂનમ તિથિ છે આથી પૂનમ તિથી નુ શ્રાદ્ધ નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે અમાસના દિવસે જ કરવું યોગ્ય ગણાશે
શ્રાદ્ધમાં મૂળભૂત ગ્રંથો ના નિયમ પ્રમાણે ખાસ કરીને અપરાહન કાળનો સમય લેવામાં આવે છે એટલે કે આશરે બપોરે બે થી ચાર કલાક વચ્ચે સમય અપરાહન કાળનો હોય છે આથી ખાસ કરીને આ સમયે જે તિથી હોય તે તિથી શ્રાદ્ધની ગણવામા આવે છે ,આમ આના કારણે શ્રાદ્ધમાં ઘણીવાર તીથી આગળ પાછળ હોય છે તેમયોતિષી રાજદીપ જોશીએ જણાવ્યું હતું.
ભાદરવા શુદ પૂનમ બુધવાર તા ૧૮.૯.૨૪ એકમ તિથિનું શ્રાદ્ધ,ભાદરવા વદ બીજ ગુવાર તા ૧૯.૯.૨૪ બીજ તિથિ નું શ્રાદ્ધ,ભાદરવા વદ ત્રીજ શુક્રવાર તા ૨૦.૯.૨૪ ત્રીજ તિથિનું શ્રાદ્ધ,ભાદરવા વદ ચોથ શનીવાર તા ૨૧.૯.૨૪ ચોથ તીથી નુ શ્રાદ્ધ ભરણી નક્ષત્ર શ્રાદ્ધ,ભાદરવા વદ પાંચમ રવિવાર તા ૨૨.૯.૨૪ પાંચમ તિથી નું તથા છઠ્ઠ તિથિનું શ્રાદ્ધ,
ભાદરવા વદ છઠ્ઠ સોમવાર તા ૨૩.૯.૨૪ સાતમ તીથીનું શ્રાદ્ધ,ભાદરવા વદ સાતમ મંગળવાર તા ૨૪.૯.૨૪ આઠમ તિથિનું શ્રાદ્ધ,ભાદરવા વદ આઠમ બુધવાર તા ૨૫.૯.૨૪ નોમ તિથિનું શ્રાદ્ધ,સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, ભાદરવા વદ નોમ ગુવાર તા ૨૬.૯.૨૪ દશમ તિથિનું શ્રાદ્ધ,ભાદરવા વદ દસમ શુક્રવાર તા ૨૭.૯.૨૪ એકાદશી તિથિનું શ્રાદ્ધ, ભાદરવા વદ અગિયારશ શનીવાર તા.૨૮.૯.૨૪ ઇન્દિરા એકાદશી આ દિવસે શ્રાદ્ધ નથી,ભાદરવા વદ બારસ રવિવાર..તા ૨૯.૯ .૨૪ બરસ તીથીનું શ્રાદ્ધ, ભાદરવા વદ તેરસ સોંમવાર તા.૩૦.૯.૨૪ તેરસ તીથીનું શ્રાદ્ધ, ભાદરવા વદ ચૌદસ મંગળવાર તા૧.૧૦.૨૪ ચૌદસ તીથીનું શ્રાદ્ધ તથા અક્ર શક્ર થી અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ,ભાદરવા વદ અમાસ બુધવાર,તા ૨.૧૦,૨૪ અમાસ તિથિ નુ શ્રાદ્ધ પૂનમ તીથીનુંશ્રાદ્ધ ,જેની તિથિનું ખબર હોય તેનુ શ્રાદ્ધ,આ વર્ષે નિયમ પ્રમાણે પૂનમ તિથિ નું શ્રાદ્ધ અમાસના દિવસે કરવાનુ છે.
એક કહેવત પ્રમાણે શ્રાદ્ધ ઘટે તે સાં ગણાય છે. આ વર્ષે એકમ તિથિનો ક્ષય છે આથી શ્રાદ્ધ ઘટે છે એટલે સાં ગણાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application